વાદળછાયા વાતાવરણમાં મહત્તમ તાપમાન સડસડાટ ચાર ડિગ્રી ગગડતા ગરમીથી રાહત

  • April 03, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાદળછાયા વાતાવરણમાં ભાવનગર શહેરના મહત્તમ તાપમાનમાં છેલ્લા ૨૪ કલાકમાં સડસડાટ ચાર ડીગ્રીનો ઘટાડો થતાં તાપમાન ૩૪.૮ ડિગ્રી થયું હતું. આથી નગરજનોને ગરમીથી રાહત મળી હતી.લઘુત્તમ તાપમાન આજે બુધવારે સવારે ૨૩.૮ ડિગ્રી થયું હતુ.આજે સવારે ભેજ ૩૯ ટકા રહયો હતો જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિમી રહી હતી.


  ફાગણ મહિનાના ચોથા સપ્તાહમાં ગરમીનું જોર વધ્યું છે. મોડી રાત્રે ઠંડીનો થોડો ચમકારો રહે છે.આજે સવારથી જ આકરો તાપ રહયો હતો.માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.


  છેલ્લા એક સપ્તાહથી તાપમાન વઘવાથી ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું.બપોરે તો ગરમીનું પ્રમાણ વધુ રહે છે.જો કે છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટયું છે .ઘર ,ઓફિસ, દુકાનોમાં પંખા ફૂલસ્પીડમાં ફરવા લાગ્યા છે તો એ.સી. પણ ધમધમવા લાગ્યા છે.ઠંડા પીણાની ખપત વઘી છે.બપોરે ૧૨થી ૪ સુધી ગરમીનું જોર વધુ રહે છે.


  શહેરનું મહત્તમ તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં સીધુ ૩.૯ ડિગ્રી ગગડતા તાપમાન ૩૪.૮ ડિગ્રી થતાં ગરમીનું જોર ઘટતા લોકોને ગરમીથી રાહત મળી હતી.તેમાંય બપોરના સમયે લોકો પોતાના કામ વહેલા પતાવી દે છે.આગામી દિવસોમાં ગરમી હજુ વધશે.આજે સવારે લઘુત્તમ તાપમાન ૦.૩ ડિગ્રી ઘટીને ૨૩.૮ ડિગ્રી થયું હતુ.

  આજે બુધવારે સવારે ભેજનું પ્રમાણ વધીને ૩૯ ટકા રહયું હતુ. છેલ્લા ઘણા દિવસોથી ભેજનું પ્રમાણ વધારે રહયું છે. ભેજના કારણે લોકો પરસેવાથી પરેશાન થયા છે.પવનની ઝડપ આજે સવારે વધીને ૧૨ કિમી. રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News