રાજકોટમાં પેસેન્જરોના ખીસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતી વધુ એક રિક્ષા ગેંગના સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો.જેની પુછતાછમાં છ તફડંચીના ભેદ ઉકેલાયા હતાં.જોકે,તફડંચીના આ બનાવોમાં એકપણ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું માલુમ પડયું છે.
જાણવા મળતી વિગતો મુબજ, ક્રાઈમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.કે.મોવલીયા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ. તલસીભાઇ ચુડાસમાને મળેલી બાતમીના આધારે રિક્ષા ગેંગના સૂત્રધાર ધનજી ઉર્ફે ધનો દેવજી ગેડાણી (ઉ.વ.૪ર, રહે. રેલનગર સ્મશાન પાસે, માધવ સોસાયટી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાતી લીલા કલરની ઓટો રિક્ષા, મોબાઈલ ફોન અને રૃા.૧પ૦૦ રોકડા મળી કુલ .પ૬પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે આરોપી ધનજીની પુછપરછ કરતા દોઢેક માસ પહેલાં બેડી ચોકડી પાસે વિશાલ પાટડીયા (રહે. શાપર) સાથે મળી પેસેન્જરના ખીસ્સામાંથી .૧૦,પ૦૦, વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પેસેન્જરના ખીસ્સામાંથી .૧૭ હજાર, રાજકોટ બસ સ્ટેન્ડ પાસેથી પેસેન્જરના ખીસ્સામાંથી .૧ર હજાર, બીજા સાગરીત અમિત ઉકેડીયા (રહે. પોપટપરા પાછળ) સાથે મળી મોચી બજાર ખટારા સ્ટેન્ડ નજીકથી પેસેન્જરના ખીસ્સામાંથી .ર૦ હજાર, વિશાલ અને રાહુલ હરણીયા (રહે. મોરબી રોડ) સાથે બેડી માર્કેટયાર્ડ પાસે પેસેન્જરના ખીસ્સામાંથી .૪પ૦૦ સેરવી લીધાની કબુલાત આપી છે. જેમાંથી એક પણ ગુનો દાખલ થયો નથી.
આ ઉપરાંત અમિત અને સાઈના (રહે. નવાગામ) નામની મહિલા સાથે મળી સુરેન્દ્રનગરમાં એક પેસેન્જરના ખીસ્સામાંથી .૧૦ હજારની ચોરીની કબુલાત આપી છે. જે અંગે સુરેન્દ્રનગર પોલીસમાં ગુનો દાખલ થયો છે. પોલીસે આરોપીના સાગરીતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
પુત્રની સારવાર માટે રાખેલા શ્રમિકના રૂા.૨૦ હજાર રીક્ષાગેંગે તફડાવી લીધા
બાબરાના ચરખા ગામે રહેતા અન મજુરીકામ કરનાર નરેશ દેવરાજભાઇ ચારોલા(ઉઉવ ૨૭) નામનો યુવાનનો પુત્ર બીમાર હોય અને રાજકોટમાં સાંનીધ્ય હોસ્પિટલમાં સારવારમાં હોય તેની સારવાર માટે હોસ્પિટલમાં .૨૦ હજાર ભરવાના હતા જેથી તેમણે સંબંધી પાસેથી પૈસા મંગાવ્યા હતા. બાદમાં તેઓ જુયુબેલી ચોક પાસે નાળિયેર લેવા માટે ગયા હતા અને હોસ્પિટલ જવા માટે રિક્ષામાં બેસતા રિક્ષામાં અગાઉથી બે મુસાફર હતા. દરમ્યાન એક મુસાફર ઉલટી કરવા લાગ્યો હતો અને રિક્ષાચાલકે કહ્યું હતું કે તમારા પૈસા પડી ગયા છે અને બીજી રિક્ષાવાળો એ પૈસા લઈ ચાલ્યો ગયો છે. બાદમાં યુવાનને આરએમસી ચોક પાસે ઉતારી દેતા યુવાને પોતાના ખિસ્સા તપાસતા પિયા ૨૦,૦૦૦ આ ટોળકીએ તફડાવી લીધા હોવાનું માલુમ પડું હતું જેથી તેણે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech