કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા.૩૧૫ લાખ કરોડને પાર, આઈટી–મેટલના શેરમાં થયો વધારો

  • September 05, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી માલિકીની બેંકોની સાથે આઇટી, મેટલ અને રિયલ્ટી શેરોમાં તેજીના કારણે ગતરોજ બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત . ૩૧૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરને વટાવી ગઈ હતી. સેન્સેકસ ૨૪૧ પોઈન્ટ અથવા ૦.૩૭%ના વધારા સાથે ૬૫,૬૨૮ પર બધં થયો. નિટી ૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૫૨૯ પર રહ્યો હતો. ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં . ૫,૪૧,૯૫૨ કરોડનો વધારો થયો છે.


સોમવારે સેન્સેકસ–નિટી એક મહિનાની ટોચે પહોંચી ગયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડીકેટર્સ પણ રેકોર્ડ બનાવી નવા ઉચ્ચ સ્તરે બધં થયા છે. ચીનમાં આર્થિક સ્થિતિ સુધારવા માટે લેવાયેલા પગલાંને કારણે મેટલ શેરોમાં વધારો જોવા મળ્યો હતો. સિમેન્ટના શેરમાં પણ ૭% સુધીનો વધારો જોવા મળ્યો હતો. કોલ ઈન્ડિયા, એનટીપીસી અને ટાટા પાવરની ડિમાન્ડ વધવાને કારણે ફાયદો થયો હતો. વૈશ્વિક સ્તરે સકારાત્મક સ્થિતિને કારણે આઈટી શેરોમાં ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં સોના–ચાંદીમાં ઉછાળો થયો છે.

રેલવેમાં થશે મોટું રોકાણ
રેલવેની અને દાના જથ્થામાં પણ તેજીનો દોર ચાલુ છે. આઈઆરએફસી, ઈરકોન અને રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર સોમવારે ૮–૨૦% વધ્યા હતા. કેન્દ્ર સરકાર ૨૦૨૪–૩૧ વચ્ચે રેલવેમાં ૫.૨૫ લાખ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. જેથી રેલવે સંબંધિત કંપનીઓને આનો ફાયદો થશે. આલ્કોહોલ સ્ટોકસે ૨૦૨૩–૨૪માં વધતી માંગ અને વપરાશ પર ૧૧૦% સુધીનું વળતર આપ્યું છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application