તળાજાના કારખાનેદારને તેના જ કર્મચારીએ કરોડોનો ચુનો ચોપડ્યો

  • August 31, 2024 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજાના એક કારખાનેદારે   તળાજા પોલીસ ને આપેલી  અરજીમા પોતાનાજ કર્મચારી એ ખોટા  વાઉચર બિલ દર્શાવી ને એકાદ કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાની વિગતને  લઈ પોલીસે ગુપ્તરાહે તપાસ હાથધરી હતી
રાજ્ય અને કેન્દ્રીય કક્ષાના રાજકીય  એક સમયે કોંગ્રેસ અને બાદ ભાજપ ના  આગેવાનો જેના ઘરે કારખાને મહેમાનગતિ માણીગયા છે તેવા ઉચ્ચ રાજકીય સંબંધો -ધરાવનાર પરિવાર ના ઉદ્યોગપતિ  સાથે ચિટિંગ થયાની વાત ને લઈ પોલીસ સહિત જાણકાર સૂત્રોમા આશ્ચર્ય સાથે ચર્ચા નો વિષય બન્યો છે.
સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ કે હાલ અરજીના કામે તપાસ ચાલુ કરી છે. જેમાં કેટલી રકમ કઈ રીતે બેંકખાતા સહિત ની જમા કરાવી ને ચુનો ચોપડયોછે તેવા પુરાવાઓ ચોક્કસ રકમ સાથે માગ્યા છે.ચિટિંગ કરનાર ફિરોઝ નામનો ઈસમ છે અને તે કારખાના મા નોકરી કરતોહતો. વિશ્વાસ કેળવી ને આશરે એકાદ કરોડ ની રકમનો ચુનો ચોપડડ્યાનો અંદાઝ છે. પોલીસને બે દિવસ પહેલા અરજી આપી હતી.તેને લઈ ડી સ્ટાફ જમાદાર દ્વારા પ્રાથમિક તપાસ આરંભાઈ છે.જોકે કારખાનેદાર માટે એકાદ કરોડ ની રકમ ખાસ મોટી માનવામાં આવતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application