શહેરના નિર્મળનગર વિસ્તારમાં શેરી નંબર-૧૦માં દરબાર હાઉસ પાછળના ભાગે રહેતા ચંદ્રસિંહ પ્રભાતસિંહ સોલંકીએ નિલમબાગ પોલીસ મથકમાં તેના મિત્ર વિશાલ ભરતભાઈ જોધાણી સામે ફરીયાદ નોંધાવી હતી કે, બપોરના અરસા દરમિયાન તેઓ અને તેના મિત્ર વિશાલ જોધાણી બન્ને અપ્સરા, ઝીરો નંબરની શેરી પાસે બેઠાહતા. ત્યારે વાતો કરતા કરતા વિશાલે તેને અપશબ્દો બોલતા તેને અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ તેના આડેધડ ઢીંકાપાટુનો માર મારી આખા શરીરે લોખંડના પાઈપના ઘા ફટકારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત હાલતે યુવકને ભાવનગર સર.ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે બનાવના પગલે નિલમબાગ પોલીસે શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech