રાજકોટ જિલ્લાની વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના કામો પ્રગતિ હેઠળ 

  • August 22, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જિલ્લાના વિકાસની ધોરી નસ સમાન માર્ગ-મકાન વિભાગના શ્રેણીબદ્ધ મહત્વના કાર્યો પ્રગતિ હેઠળ છે. ત્યારે જિલ્લામાં પંચાયત અને રાજ્ય હસ્તકના રસ્તા, બ્રીજ, નેશનલ હાઈવે સહિતના કામોને ગુણવત્તાયુકત અને અસરકારક બનાવવા, આ કામગીરીની સઘન દેખરેખ રાખવા તથા કોન્‍ટ્રાક્ટરની કામગીરી યોગ્ય ન હોય તો નિયમાનુસારની કાર્યવાહી ઝડપી-અસરકારક અને સમયસર કરવા પ્રભારી મંત્રી રાઘવજી પટેલે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. 



માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક માર્ગો,  બ્રીજ અને નેશનલ હાઇવેના  કામો પ્રગતિ હેઠળ છે. આ કામોમાં રૂ. ૧૯ કરોડના ખર્ચે એઈમ્સ અપ્રોચ રોડ, રૂ.૬૪ કરોડના ખર્ચે માધાપર સર્કલ,  રૂ. ૨૬૪૪ લાખના ખર્ચે કોટડાસાંગાણી –સરધાર -કુવાડવા રોડનું વાઈડનીંગ અને રીસર્ફેસિંગ, રૂ. ૯૫૬ લાખના ખર્ચે જેતપુર-અમરનગર રોડ રીસર્ફેસિંગનું કામ, રૂ.૧૩૩૨ લાખના ખર્ચે ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ અને રંગપર ગામ ખાતે ફોફળના નદીના બ્રીજનુ કામ પ્રગતિ હેઠળ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૫૯૧ લાખના ખર્ચે વિંછીયા ખાતે નવી આઈ.ટી.આઈ,  રૂ. ૩૧૦ લાખના ખર્ચે જસદણ તાલુકાના ગોડલાધાર ખાતે, રૂ. ૩૫૦ લાખના ખર્ચે વિછિયા તાલુકાના કંડેવાલિયા ખાતે  તથા  રૂ.૨૧૪ લાખના ખર્ચે જસદણ તાલુકાના જીવાપર ગામ ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળાનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. સુવિધા પથ યોજના અંતર્ગત  રૂ. ૬૦ લાખના ખર્ચે જસદણ તાલુકાના આંબરવાડી ગઢડા રોડ, આંબરવાડી ગામ ખાતે ૬૭૫ મીટર અને ૫.૫૦ મીટર પહોળાઈમાં બોક્સ કટિંગ (ખોદાણ), મેટલીંગ, પી.સી.સી.-૩ ઇંચ, ૮ ઇંચ- વેરીંગ રોડ ફર્નિશિંગ કામ થઈ રહ્યું છે.



ઉપલેટા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૮૨૫૦ લાખના રોડ રસ્તાના વિકાસ કામો કરાશે. જે પૈકી રૂ. ૨૬૦૦ લાખના કામોની મંજુરી અને રૂ. ૫૬૫૦ લાખના કામોની સરકારમાં દરખાસ્ત કરાઈ છે. ઉપલેટા તાલુકામાં રૂ.૨૦૫૦ લાખના ખર્ચે ખારચીયા-ઢાંક-મેરવદર-અમરપર રોડનું કામ સરકારશ્રીમાં દરખાસ્ત અને રૂ. ૨૬૦૦ લાખના ખર્ચે ઉપલેટા-પાટણવાવ રોડ ખાતે મેજર બ્રીજનું કામ મંજુર થયું છે. ઉપલેટા તાલુકામાં રૂ.૨૦૦ લાખના ખર્ચે જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભયાવાદર-ખારચીયા રોડનું કામ, રૂ.૧૪૦૦ લાખના ખર્ચે સમઢીયાળા - તલગણા-કુંઢેચ-લાથ-ભીમોરા રોડનું રીસરર્ફેસિંગ અને સ્ટ્રક્ચરની કામગીરી, રૂ.૫૫૦ લાખના ખર્ચે સમઢીયાળા - તલગણા લાઠ ભીમોરા રોડ ખાતે બ્રીજનું કામ, રૂ.૧૩૦૦ લાખના ખર્ચે ઉપલેટા- ખાખીજાળીયા- ભાયાવદર- અરણી-ખીરસરા-ચિત્રાવડ-દાદર રોડનું કામ, રૂ.૧૫૦ લાખના ખર્ચે મોટી પાનેલી-માંડાસણ રોડના કામ માટે સરકારશ્રીમાં દરખાસ્ત થઈ છે. 



રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૫૬૦ લાખના રોડ રસ્તાના વિકાસ કામો કરાશે. જે પૈકી રૂ. ૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે જયારે રૂ. ૨૮૦૦ લાખના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ અને રૂ. ૨૧૫૦ લાખના કામોની દરખાસ્ત સરકારમાં કરાઈ છે. ધોરાજી તાલુકામાં રૂ.૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે. જેમાં રૂ.૪૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાડી-ખાખીજાળીયા કોલકી બ્રીજનું કામ, રૂ. ૧૫૦ લાખના ખર્ચે ધોરાજી-ઉપલેટા રોડનું કામ, રૂ.૪૨૦ લાખના ખર્ચે ધોરાજી-જુનાગઢ રોડ અને ધોરાજી ઓલ્ડ એન.એચ.રોડનું કામ પ્રગતિ હેઠળ છે. ધોરાજી તાલુકામાં રૂ. ૨૮૦૦ લાખના રોડ રસ્તાના કામો કરવાની દરખાસ્ત થઇ છે જેમાં રૂ.૨૬૦૦ લાખના ખર્ચે ધોરાજી- ભોળા- છાડવાવદર-ભોલાગામડા-ચીખલીયા- હાથફોડી રોડનું કામ, રૂ.૧૬૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા કોલકી પુલનું કામ અને રૂ. ૪૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા કોલકી સ્લેબનું કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. 
​​​​​​​
ધોરાજી તાલુકામાં રૂ.૨૧૫૦ લાખના ખર્ચે રોડ રસ્તાના કામો કરવાની દરખાસ્ત કરાઈ છે જેમાં રૂ.૬૩૦ લાખના ખર્ચે ધોરાજી ઓલ્ડ એન.એચ. રીસરફેસિંગનું કામ, રૂ. ૭૫૦ લાખના ખર્ચે ધોરાજી-જુનાગઢ રીસરફેસિંગનું કામ, રૂ. ૨૩૦ લાખના ખર્ચે સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા કોલકી રોડ ખાતે સેવંત્રા ગામે સી.સી. રોડનું અને હયાત સ્લેબ ડ્રેઈનની જગ્યાએ માઈનોર બ્રીજ બનાવવાની કામગીરી, રૂ.૨૪૦ લાખના ખર્ચે ધોરાજી પાટણવાવ રોડ, રૂ. ૩૦૦ લાખના ખર્ચે ધોરાજી- ફરેણી રોડનું કામ સરકારમાં દરખાસ્ત કરાઈ છે.


પ્રભારી મંત્રીએ બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદમાં રાજકોટ જિલ્લામાં નુકશાન પામેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરાવવા બદલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને બિરદાવ્યા હતા. આ માર્ગોમાં સુપેડી-નાની વાવડી-ખાખીજાળીયા રોડ, ધોરાજી-પાટણવાવ રોડ, રાજકોટ-કોઠારીયા-કોટડાસાંગાણી રોડ, ઓલ્ડ નેશનલ હાઈવે ટુ ધોરાજી- ઉપલેટા રોડ, રામપર-સરપદડ-ખીરસરા રોડનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application