રાજકોટ મહાપાલિકાના બજેટમાં કુલ ૩૧૧૨.૨૯ કરોડનું કદ છે અને તેમાં આવકનો મુખ્ય આધાર ટીપી બ્રાંચ અને ટેકસ બ્રાંચ ઉપર જ છે. કહી શકાય કે બજેટની કુલ આવકની ૩૩ ટકા આવક ટીપી બ્રાંચમાંથી થશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. આવકનો કોઈ જ નવો અને સ્વતત્રં ોત શોધવાની જહેમત કરવામાં આવી નથી ફકત ઉતરોત્તર વૃધ્ધિ થતી હોય તે મુજબની ટાર્ગેટ વૃધ્ધિ આપી દેવામાં આવી છે.
કમિશનરે બજેટમાં ટાઉન પ્લાનીંગ બ્રાંચની કુલ ૯૮૦ કરોડની આવક દર્શાવી છે જેમાં જમીન વેચાણની આવક ૭૪૦ કરોડ અને સેલેબલ એફએસઆઈ સહિતની પરચુરણ આવકો મળી તે પ્રકારની ૨૪૦ કરોડની આવક અંદાજી છે.
જયારે ટેકસની આવકનો ટાર્ગેટ ચાલુ વર્ષમાં ૪૧૦ કરોડ છે તેમાં સીધો જ ૧૯૦ કરોડનો જંગી વધારો કર્યેા છે અને ટેકસ બ્રાંચને વિવિધ કરવેરા પેટે કુલ રૂા.૬૦૦ કરોડની આવકનો લયાંક આપ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં હોડિગની આવકનો ટાર્ગેટ પુર્ણ થયો નથી તેમ છતાં આગામી વર્ષમાં હોડિગની આવકનો ટાર્ગેટ રૂા.૧૪ કરોડ આપવામાં આવ્યો છે. આર્યજનક બાબત એ છે કે, કોઈ મોટી કે મલ્ટી સ્ટેટ એડ એજન્સીનું વાર્ષિક ટર્નઓવર હોય તેનાથી પણ ઓછી રકમનો આ ટાર્ગેટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જીયો માર્ટની ઑફરને જબરો પ્રતિસાદ... ગ્રાહકોને આપવામાં આવી આકર્ષક ગિફ્ટ
January 31, 2025 06:24 PMગુજરાતના મુખ્ય સચિવ પદ પર પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો, કહ્યું- રાજ્યનો ઝડપી વિકાસ પ્રાથમિકતા રહેશે
January 31, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech