અમેરિકામાં કાશ પટેલે વટ પાડી દીધો છે. ટ્રમ્પ સરકારમાં કાશ પટેલને FBI ચીફ બનાવવામાં આવ્યા છે. ભારતમાં રહી કેટલાક લોકોને જયશ્રી કૃષ્ણ બોલવામાં શરમ આવે છે ત્યારે યુએસની સેનેટમાં કાશ પટેલે જયશ્રી કૃષ્ણ બોલી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. જયશ્રી કૃષ્ણ બોલીને કાશ પટેલે સૌના દિલ જીતી લીધા છે. તેમજ કાશ પટેલે પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરીને અમેરિકનોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ, સેનેટની બેઠકમાં કાશ પટેલની નિમણૂકને સમર્થન આપવામાં આવ્યું હતું. આ બેઠક પહેલા કાશ પટેલે પોતાનાં માતા-પિતાનાં ચરણ સ્પર્શ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો તેમના ભારતીય સંસ્કારો અને પરંપરાગત મૂળને જાળવી રાખવા બદલ તેમની પ્રશંસા કરી રહ્યા છે. પટેલે તેમનાં માતા-પિતાને જય શ્રીકૃષ્ણ કહીને સંબોધ્યાં, જેની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.Kash Patel said "Jai Shri Krishna" at his confirmation hearing for FBI Director at US Senate ❤️
— STAR Boy TARUN (@Starboy2079) January 30, 2025
Burnol moment for Indian seculars ? pic.twitter.com/mgY6TsgWwT
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ પહેલીવાર છે, જ્યારે કોઈએ પોતાનાં માતા-પિતાનું આ રીતે સન્માન કર્યું છે. આ પ્રેમ છે. બીજા એક યુઝરે લખ્યું કે તમારા મૂળને ક્યારેય ભૂલશો નહીં. એક અન્યએ લખ્યું, વાહ! મને નહોતું લાગતું કે હું તેનાથી વધુ પ્રભાવિત થઈ શકું, તેમનાં માતા-પિતાને ગર્વ થવો જોઈએ.
જય શ્રીકૃષ્ણ કહીને માતા-પિતાનો પરિચય કરાવ્યો
માતા-પિતાનો પરિચય આપતાં કાશ પટેલે કહ્યું, હું આજે અહીં બેઠેલા મારા પિતા પ્રમોદ અને માતા અંજનાનું સ્વાગત કરવા માગું છું. તેઓ ભારતથી અમેરિકા આવ્યાં છે. મારી બહેન નિશા પણ અહીં છે. જય શ્રીકૃષ્ણ. તેમના પરંપરાગત અભિવાદનની ભારતીય સમુદાય અને અમેરિકન નાગરિકો બંને દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી.
કોણ છે કાશ પટેલ?
કાશ પટેલ એક ભારતીય-અમેરિકન વકીલ અને રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત છે. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. તેમને FBI ડિરેક્ટર પદ માટે નામિક કરવામાં આવ્યા છે. દરમિયાન તેમનું નામાંકન સેનેટ ન્યાયતંત્ર સમિતિમાં સમીક્ષા હેઠળ છે. જો તે આ પાસ કરે છે, તો તેઓ ભારતીય મૂળના પ્રથમ FBI ડિરેક્ટર બની શકે છે. જોકે ટ્રમ્પ પ્રત્યેની તેમની વફાદારી અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેના કારણે તેમના નામાંકનમાં વિવાદ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech