વડિયાથી અમરેલીનો મુખ્ય માર્ગ ખાખરિયા સુધીના ભંગાર માર્ગથી લોકો ત્રાહિમામ

  • January 24, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાને અમરેલી સાથે જોડતો મુખ્ય માર્ગ એ ચૂંટણી પહેલા ચોકીથી ખાખરિયા રેલવે ફાટક સુધી પહોળો અને નવો બન્યો હતો. ત્યારબાદ ખાખરિયા રેલવે ફાટકથી વડિયાને જોડતો સાત કિલોમીટરનો આ રોડ કોઇ કારણોસર બનેલ નથી. ચોમાસુ અને ચૂંટણીનો સમયગાળો જતા આ રોડ હાલ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પરથી મોટાભાગના રાજકીય નેતાઓ પણ પસાર થાય છે. હાલના નવા નિયુકત ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક પણ ગ્રામીણ પ્રવાસો દરમિયાન અહીંથી પસાર થતાં જોવા મળે છે. ત્યારે આ બિસ્માર રસ્તાના ખાડાઓના હીંચકાના અનુભવ તેને પણ થયા હશે ત્યારે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો, મુસાફરો, દર્દીઓને પડતી હાલાકી પરથી આ રસ્તો તુરંત બનાવવો જ‚રી છે. બગસરા જવા માટેનો પણ મુખ્ય માર્ગ આ જ છે પરંતુ હાલ વડિયાથી બગસરા થતાં ખાનગી વાહનો બિસ્માર રસ્તાના કારણે વાયા મોરવડા, ખાન ખીજડીયા થઇને ચાલતા જોવા મળે છે. ત્યારે આ ખાખરિયા ફાટકથી વડિયા સુધીના સાત કિલોમીટરના રસ્તાને તુરંત બનાવવામાં આવે તેવી લોક માગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application