રાજકોટ મહાપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટ અને અટલ સરોવરના લોકાર્પણની તારીખ હજુ પણ નક્કી નહીં હોવાનું મતલબ કે હજુ કામ પૂર્ણ થયું નથી અને કયારે પૂર્ણ થશે તે પણ નક્કી નથી ! આવો લેખિત જવાબ જનરલ બોર્ડના પ્રશ્નના પ્રત્યુત્તરમાં અપાયો છે, પ્રોજેકટ પૂર્ણ થવાની તા.૩૦ જૂન હોવાનું જવાબમાં જણાવતા એવો સવાલ ઉપસ્થિત થયો છે કે શું એજન્સીને રાતોરાત ફરી મુદ્દત વધારો અપાયો છે કે શું ? હાલ સુધીમાં ચાર વખત કુલ ૧૦ મહિનાનો મુદ્દત વધારો આપ્યો છે અને હજુ બે મહિના થશે તેવો પ્રાથમિક અંદાજ છે ત્યારે કહી શકાય કે આ પ્રોજેકટ કુલ એક વર્ષ વિલંબિત થયો છે. વિશેષમાં કોર્પેારેટરએ જનરલ બોર્ડ મિટિંગમાં પૂછેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં તંત્રવાહકોએ જણાવ્યું છે કે ભારત સરકાર દ્રારા સ્માર્ટ સીટી બનાવવાની છેલ્લી સમય મર્યાદા જુન–૨૦૨૪ છે. (૧) સ્માર્ટ સીટી મિશન હેઠળ ગ્રીન ફિલ્ડ ડેવલોપમેન્ટ હેઠળ રોબસ્ટ ઇન્ફ્રા તથા અટલ સરોવર ડેવલોપમેન્ટ પ્રોજેકટ કામો ચાલુ છે. આ પ્રોજેકટ દરમ્યાન કોવિડ–૧, કોવીડ–૨ તથા ઈલે. લાઈનો, ચેન્જ ઓફ સ્કોપના કામો વિ. કારણે તેમજ બંને એજન્સી તરફથી પુરતો મેનપાવર, મશીનરી વિ.ના આયોજનના અભાવે કામોમાં વિલબં થયેલ છે. તથા (૨) સ્માર્ટ સિટી મિશન પૂર્ણ થવાની છેલ્લી તારીખ ૩૦ મી જુન –૨૦૨૪ છે. તે પહેલા આ કામો પૂર્ણ કરવામાં આવશે. (૩) હાલ રોબસ્ટ ઇન્ફ્રા અને અટલ સરોવર ડેવલપમેન્ટની કામગીરી અંતિમ તબક્કામાં હોય પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવાની તારીખ નક્કી થશે. (૪) અટલ સરોવરના કામે ટેન્ડર શરતો મુજબ ફાઇનાન્સિયલ પ્રોગ્રેસના માઈલ સ્ટોન ચુકી જતા ૧૦ માં રનીંગ બિલથી આજ સુધી આરએસએસડીએલ બોર્ડ રીઝોલ્યુશન મુજબ રનીંગ બીલના ૧૬ મજબ કુલ રકમ પિયા ૧૦.૩૨ કરોડની રકમ હોલ્ડ રાખેલ છે.
સ્માર્ટ સીટીમાં અટલ સરાવરના કામે તા.૨૫–૧૦–૨૦૧૯ ના રોજ ૨૪ માસ માટે કામ સોંપવામાં આવેલ તે મુજબ આ કામ તા.૨૪–૧૦–૨૦૨૧ના રોજ પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોવિડ–૧ ને લીધે ૬ માસનો મુદત વધારો આપતા કામ તા.૨૪–૪–૨૦૨૨ના રોજ પૂર્ણ કરવાનું હતુ ત્યારબાદ કોવિડ–૨ ને લીધે કામગીરી થઇ શકેલ ન હોય ૪ માસનો મુદત વધારો આપવામાં આવેલ જે મુજબ કામ તા.૨૨–૮–૨૦૨રના રોજ પૂર્ણ કરવાનું હતું. આમ એજન્સીને કુલ ૧૦ માસનો સમય વધારો આપેલ છે.
રોબસ્ટ ઇન્ફા.ના કામે ટેન્ડર શરતો મુજબ ફાઇનાન્સિયલ પ્રોગ્રેસના માઈલ સ્ટોન ચુકી જતા ૧૨ માં રનીંગ બિલથી આજદિન સુધી બોર્ડ રીઝોલ્યુશન મુજબ રનીંગ બીલના ૧૬% મુજબ કુલ રકમ પિયા ૩૫.૮૨ કરોડ હોલ્ડ રાખેલ છે.
વિશેષમાં જવાબમાં જણાવ્યું છે કે સ્માર્ટ સીટી રોબસ્ટ ઇન્ફાસ્ટ્રકચરના કામે તા.૩૧–૮–૨૦૧૯ના રોજ ૨૪ માસ માટે કામ સોંપવામાં આવેલ તે મુજબ આ કામ તા.૧૯–૯–૨૦૨૧ના રોજ પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોવિડ–૧ ને લીધે ૬ માસનો મુદત વધારો આપતા કામ તા.૧૮–૩–૨૦૨૨ના રોજ પૂર્ણ કરવાનું હતું ત્યાર બાદ કોવિડ–૨ ને લીધે કામગીરી થઇ શકેલ ન હોય ૭ માસનો મુદત વધારો આપવામાં આવેલ જે મુજબ કામ તા.૨૨–૧૦–૨૦૨૨ના રોજ પૂર્ણ કરવાનું હતું. આમ એજન્સીને કુલ ૧૩ માસનો સમય વધારો આપેલ છે. યારે પાન સીટી ડેવલપમેન્ટના કામે એમએસઆઇ પ્રોજેકટ તથા ઓએફસી પ્રોજેકટ અન્વયે ટેન્ડર શરતો મુજબ ફાઇનાન્સિયલ પ્રોગ્રેસના માઈલ સ્ટોન ચુકી જતા આજદિન સુધી રનીંગ બીલના કુલ રકમ પિયા ૨.૩૦ કરોડ પેનલ્ટી કરેલ છે તથા આઇ વે પ્રોજેકટ અંતર્ગત કુલ રકમ પિયા ૪૨.૨૨ લાખ પેનલ્ટી કરેલ છે.
નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા એજન્સી તકેદારી રાખે તે માટે બોર્ડ રીઝોલ્યુશનમાં ઠરાવ્યા મુજબ અટલ સરોવર ડેવ.ના કામની એજન્સી કયુબ કન્સ્ટ્રકશન એન્જીનીયરીંગ લી.ની ડીસેમ્બર–૨૦૨૧ થી ૧૬% લેખે .૧૦.૩૨ કરોડની રકમ હોલ્ડ રાખવામાં આવી છે તેમ જવાબના અંતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech