રાજકોટ આરટીઓનું માર્ચ એન્ડિંગ: 1200 વાહન ચાલકોને અડધા કરોડનો દંડ ફટકાર્યો

  • April 09, 2025 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય નવા વર્ષની શરૂઆત પૂર્વે માર્ચ એન્ડિંગમાં સરકારી વસુલાત કરવાની સાથે સાથે ચકિંગ સહિતની કામગીરી કરી ટાર્ગેટ પુરા કરવા માટે સરકારી તંત્રએ કમરકસી હતી. જે પૈકી રાજકોટ આરટીઓ કચેરી દ્વારા માર્ચ મહિનામાં જુદા જુદા ચેકીંગ પોઇન્ટ પર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન 1200થી વધુ વાહન ચાલકોને અડધા કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ હેલ્મેટ,પીસીયુ, સિલ્ટ બેટ, વીમો સહિતના ડોક્યુમેન્ટ ન હોય એવા 291 ચાલકો પકડાયા હોવાના આંકડા સામે આવ્યા છે.


દંડ કરવો હોય એટલો કરો અમે નિયમોનું પાલન નહીં જ કરીએ એવી વાહન ચાલકોમાં માનસિકતા બંધાઈ ગઈ હોય તેમ આરટીઓ તંત્ર દ્વારા ચેકીંગ દરમિયાન કરવામાં આવેલા કેસ અને ફટકારેલા દંડના આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે. માર્ચ મહિનામાં આરટીઓના ચેકીંગ દરમિયાન ટ્રાફિક અને રોડ સેફટીના નિયમના ભંગ કરતા 1200થી વધુ વાહન ચાલકોને 57,59,786નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સૌથી વધુ હેલ્મેટ, પીયુસી, વીમો સહિતના ડોક્યુમેન્ટ અને સિલ્ટ બેલ્ટ વગરના 291 કેસ કર્યા છે. બીજા નંબરે વ્હાઇટ લાઇટ ચેકિંગ, રોંગ-લેન ડ્રાઇવિંગના 186 જેટલા કેસ કરી 1,88,000 નો દંડ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્વારા કરવામાં આવી હતી.


ક્રમ- ગુનાની વિગત - કેસની સંખ્યા - દંડની રકમ

(1) હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર - 291- 2,89,500

(2) વ્હાઇટ લાઇટ એલઈડી, રોંગ-લેન - 186 - 1,88,000

(3) ઓવરલોડીગ વાહન - 176 - 22,48,000

(4) ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન - 141 - 2,36,000

(5 )ફિટેનશ વગરના વાહન - 129 - 6,45,000

(6) ઓવર ડાઇમેન્સન - 117 - 8,36,800

(7) ભયજનક રીતે અને ઓવરસ્પીડ - 52 - 1,05,000

(8) રેડિયમ રેફલેકટર- રોડ સેફ્ટી સબંધિત - 38 - 38,000

(9 ) વાહન સેફટી એંગલ - 27 - 27,000

(10) ટેક્સ વગર ચાલતા વાહનો - 29 - 9,60,486

(11) કલેન્ડેસ્ટાઇન ઓપરેશન - 14 - 1,40,000

કુલ કેસ: 1200 - કુલ દંડ 57,59,786



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application