આ ટાપુ દર 6 મહિને બદલે છે પોતાનો દેશ, આ ઘટના 364 વર્ષથી થઈ રહી છે

  • March 10, 2023 04:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

જ્યાં એક તરફ દુનિયાભરના દેશો પોતાની સરહદો માટે લડી રહ્યા છે. રશિયા હોય, યુક્રેન હોય કે ભારત-ચીન દરેક જગ્યાએ સીમા વિવાદ ચરમસીમાએ છે. પરંતુ બીજી તરફ આ દુનિયામાં એક એવો ટાપુ છે જે દર 6 મહિને પોતાનો દેશ બદલે છે. આ કોઈ વાર્તા નથી પરંતુ સંપૂર્ણ સત્ય છે. આ અનોખા ટાપુ પર એક દેશ 6 મહિના અને બીજો દેશ 6 મહિના સુધી શાસન કરે છે.

આ ટાપુનું નામ છે ફિઝન્ટ આઇલેન્ડ. આ ટાપુ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે. વર્ષ 1659માં આ ટાપુને લઈને એક સમજૂતી થઈ હતી, જેના હેઠળ તેના પર 6 મહિના માટે ફ્રાન્સ અને 6 મહિના માટે સ્પેનનું શાસન છે. સૌથી મોટી વાત એ છે કે આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું. ફ્રાન્સ અને સ્પેન આ ટાપુ પર દર 6 મહિને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે શાસન કરે છે.

વર્ષ 1659માં આ ટાપુ અંગે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે થયેલા કરારને ટ્રીટી ઓફ પાઈન્સ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ ટાપુ 200 મીટર લાંબો અને લગભગ 40 મીટર પહોળો છે. નદીની વચ્ચે પડેલો આ ટાપુ સદીઓથી મૂંઝવણમાં હતો કે તેના પર કોણ રાજ કરશે. જે પછી ફ્રાન્સ અને સ્પેને પરસ્પર સહમતિથી આ ટાપુને લઈને એક સમજૂતી કરી અને આ કરારમાં એ વાત પર સહમતિ થઈ કે 6 મહિના સુધી આ ટાપુ ફ્રાન્સ પાસે રહેશે અને 6 મહિના સુધી તેના પર સ્પેનનો કબજો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application