પ્રથમ વખત એસજીએસટી દ્વારા પ્રથમ વખત સર્વિસ સેક્ટરમાં દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટના જાણીતા મોદી એસ્ટેટ ઉપરાંત બાલાજી હાર્ડવેર અને શ્રી હરિ નમકીન નમકીન સ્વીટ્સને ત્યાં ગત શનિવારે દરોડા પડ્યા હતા.
છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી તપાસ દરમિયાન શ્રી હરિ સ્વીટ્સ 38 લાખ અને બાલાજી અને મોદી એસ્ટેટમાંથી 15.21 લાખની જીએસટી ચોરી ઝડપાય છે જ્યારે આ જ કેસમાં મોદી એસ્ટેટની તપાસ એડજ્યુડીકેશનમાં જશે. એકંદરે હજુ મોદી એસ્ટેટ પર ચાલી રહેલી તપાસ લાંબી ચાલશે અને આ કેસમાં મોદી એસ્ટેટ ને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવશે જો તે પુરાવા રજૂ નહીં કરી શકે તો મિલકતને ટાંચમાં લેવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ખાસ નોંધનીય છે કે બોગસ બીલ, ઇ વે બિલ સહિત દ્વારા જીએસટી ચોરી કરવામાં આવે છે તેવી પેઢીઓ અને વેપારીઓ ને ત્યાં અત્યાર સુધી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે પ્રથમ વખત રીયલ એસ્ટેટ ગ્રુપમાં દરોડા પડ્યા છે.
સૂત્રોમાંથી એવી વિગતો જાણવા મળી છે કે મોદી એસ્ટેટ જમીન મકાનના સોદામાં મોટેભાગે રોકડમાં વ્યવહારો થતા હતા જ્યારે જમીન મકાનના ખરીદી વેચાણના સોદા પર બ્રોકરેજ પર 18% જીએસટી ચૂકવવાનું હોય છે પરંતુ રોકડમાં થતા વ્યવહારોના કારણે જીએસટી ચૂકવવામાં છટકબારી થતી હોવાનું જીએસટી વિભાગ ને સામે આવ્યું હતું.
મોદી રીઅલ એસ્ટેટ ને ત્યાંથી ઢગલાબંધ સાહિત્ય મળ્યું છે. હવે આ તપાસ એડજ્યુડીકેશન માં જશે. ત્યારબાદ આગળની કાર્યવાહી બાદ પેનલ્ટી સાથે ટેક્સ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત આ ગ્રુપ સાથે જે લોકોએ રોકડામાં વહેવારો કયર્િ છે તેમનું પણ એક લિસ્ટ બનાવી નોટિસ ફટકારસે.
વધુમાં જાણવા માટે વિગત મુજબ જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લામાં જીએસટીના દરોડા પડ્યા છે જેમાં 14 રિસોર્ટ સહિત હોટલો પર તવાઈ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech