રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં હાઈકોર્ટના કડક વલણને લઈને ઘેરા પડઘા પડા છે. ૩૦–૩૦ મોતની માનવસર્જિત દુર્ઘટનામાં તંત્રની પોલંપોલ અને આંખમીચામણા જવાબદાર હોવાની ક્ષતિઓ તપાસનીશ ટીમને દેખાઈ રહી છે. પોલીસ કમિશનરથી લઈને રાજકોટ મહાપાલિકાના મ્યુનિ. કમિશનર સુધીના અધિકારીઓ દ્રારા ગેરકાયદે ગેમ ઝોનમાં કોઈ કડક કાર્યવાહી તેમના તાબાના તંત્રવાહકો દ્રારા કરાવાઈ ન હતી અથવા તો બન્ને અધિકારીઓ અતં સુધી વિશ્ર્વાસમાં કે અંધારામાં રહી ગયા અને આ અિકાંડ સર્જાયો. તાત્કાલિક અસરથી રાજકોટમાંથી તબદીલ કરી દેવાયેલા આ બન્ને અધિકારીઓની પણ ભૂમિકા ચકાસવા માટે આજે ગાંધીનગર પોલીસ ભવન ખાતે બન્નેની પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળે છે.
ગેમ ઝોનમાં ફાયર એનઓસી નહોતું, ગેરકાયદે બાંધકામ હતું આમ છતાં આ ગેમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો. પોલીસે પરફોમિગ લાઈસન્સ ઈશ્યુ કયુ હતું. પરંતુ, લાઈસન્સ આપતી વખતે અધુરા દસ્તાવેજી પૂરાવાઓને નગણ્ય રાખ્યા હતા અને આ લાઈસન્સ ઈશ્યુ કરી દીધું હતું. જો જે–તે સમયે પોલીસ દ્રારા થોડી સતર્કતા દાખવાઈ હોત તો આ મોતના સોદાગરોને લાઈસન્સ મળ્યું ન હોત અને ગેમ ઝોન બધં થઈ ગયો હોત. સોમવારે સવારે નાના કર્મચારીરૂપ સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હાઈકોર્ટે સુનાવણીમાં ઉચ્ચ અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? તેવા સવાલો કરીને રાય સરકારને હજુ પણ સમય છે તેવી ટકોર કરી હતી. આ ઘટના હત્યાથી ઓછી નથી તેવી હાઈકોર્ટની ટીપ્પણીને લઈને સરકાર બપોર બાદ ફરી આંખો ખોલીને કંઈક કાર્યવાહી કરી તેવું બતાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ લાઈસન્સમાં જેમની સહી છે તે એડિશ્નલ પોલીસ કમિશનર વિધી ચૌધરી, આ ગેમ ઝોન જેમના વિસ્તારમાં આવતો હતો તે ડીસીપી ઝોન–૨ સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી નાંખી હતી. હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, મ્યુનિ. કમિશનર કેમ જવાબદાર નહીં? હાઈકોર્ટના આ આકરા શબ્દોને લઈને મ્યુનિ. કમિશનર આનદં પટેલને પણ તાત્કાલિક અસરથી હટાવી દેવાયા હતા. સાથે ગેરકાયદે બાંધકામ બાબતે આખં મીચામણા કરનાર અથવા અજાણ રહેલા ટીપીઓ એમ.ડી.સાગઠીયાને પણ તાત્કાલિક તેમની પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. રાય સરકાર રચિત સીટ (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ના વડા આઈપીએસ સુભાષ ત્રિવેદી સહિતના પાંચ સભ્યોની ટીમે જે રિપોર્ટ રજૂ કર્યેા તેમાં ઉચ્ચ અધિકારીઓની પણ બેજવાબદારી હોવાનું પ્રાથમિક તારણ નિકળ્યું હતું. આજે આ સંદર્ભે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિ. કમિશનર આનદં પટેલ સહિતના સનદી અધિકારીની પૂછપરછ ચાલુ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ બાબતની કોઈ જાહેરાત કે પૃષ્ટ્રી થઈ નથી. આ ગેમ ઝોનમાં બર્થ–ડે પાર્ટી મનાવનાર અને ફોટો સેશન કરાવનાર રાજકોટના પૂર્વ કલેકટર મહેશ અરુણ બાબુ, પૂર્વ એસપી બલરામ મીણા, પૂર્વ ડીસીપી પ્રવિણ મીણા તેમજ રાજકોટના એ સમયના મ્યુનિ. કમિશનર અમિત અરોરાને પણ ફોટો સેશન થયું એ સમયે આ ગેમ ઝોન નિયમબદ્ધ હતો કે નહીં તે જાણવાની દરકાર લેવાઈ હતી કે કેમ? તે સહિતના મુદ્દાઓની પૂછપરછ માટે સીઆઈડી ક્રાઈમની વડી કચેરી દ્રારા તેડું મોકલાયું છે અને આ અધિકારીઓની પણ આજે પુછપરછ કે નિવેદન લેવાય તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech