દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ATMમાંથી ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નિયમ પછી જો તમે અન્ય બેંકના ATMમાંથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઉપાડ કરશો, તો તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર વધારાની ફી ચૂકવવી પડશે.
અત્યાર સુધી SBI ATMમાંથી વધારાના ટ્રાન્ઝેક્શન થવા પર 21 રૂપિયા + GST વસૂલવામાં આવતો હતો, પરંતુ નિયમો બદલ્યા પછી અન્ય બેંકના ATMમાંથી મહત્તમ ટ્રાન્ઝેક્શન મર્યાદા ઓળંગવા પર તમારે વધુ ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમ મુજબ તમને કેટલા ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શન કેટલી ફી ચૂકવવી પડશે તેની માહિતી નીચે મુજબ છે.
SBIએ નિયમોમાં કર્યો આ ફેરફાર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સેવિંગ બેંક એકાઉન્ટમાં સરેરાશ માસિક બેલેન્સ (AMB)ના આધારે સેવિંગ એકાઉન્ટ પર ATM ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ મેટ્રો અને નોન-મેટ્રોના તમામ ખાતાધારકોને દર મહિને SBIના ATM પર 5 ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના ATM પર 10 ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે.
આ સાથે જે ખાતાધારકોનું AMB 25 થી 50 હજારની વચ્ચે હશે, તેમને 5 ટ્રાન્ઝેક્શન વધારાના મળશે. તેમજ જે ગ્રાહકોનું AMB 50 હજારથી 1 લાખ રૂપિયાની વચ્ચે હશે, તેમને 5 ટ્રાન્ઝેક્શન વધારાના મળશે. આ ઉપરાંત જે ગ્રાહકોનું AMB 1 લાખ રૂપિયાથી વધુ હશે, તેમને અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે.
નોન-ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ
બેલેન્સ ઈન્ક્વાયરી, મિની સ્ટેટમેન્ટ વગેરે જેવી સેવાઓ માટે, SBI ATM પર કોઈ ચાર્જ લાગતો નથી. જો કે જો તમે અન્ય બેંકના ATM પર આ કરો છો તો તમારા પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 10 રૂપિયા + GST વસૂલવામાં આવશે. જો તમારા બચત ખાતામાં અપૂરતા ભંડોળને કારણે તમારું ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે તો દંડ 20 રૂપિયા + GST જ રહેશે જે પહેલાથી લાગુ છે.
SBIએ કેટલો ચાર્જ વધાર્યો?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ATM ઈન્ટરચેન્જ ફી વધારી છે, જે 1 મે 2025થી લાગુ થશે. RBI અનુસાર હવે બેંકો 1 મે 2025થી મહત્તમ ATM વિડ્રોલ ફી વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આવી સ્થિતિમાં જો SBI પણ ATMમાંથી વધારાના ટ્રાન્ઝેક્શન કરે છે તો તેમણે પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા ચૂકવવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech