રાજકોટ શહેરના પોશ વિસ્તાર કાલાવાડ રોડને જોડતા પુષ્કરધામ રોડ પર ઉંચી ઈમારતમાં રહેતા એક યુવા ચોકલેટી ઉધોગપતિ પોતાના જ બર્થ–ડેની પૂર્વ રાત્રે લાખેણી કારમાં પરી સાથે હતા અને ન થવાનું થયું. એ અંધકારની એકાંતની વેળાએ જ અચાનક પતિ અને પુત્ર આવી ચડયા હતા. હિન્દીમાં વાતો કરતી એ યુવતી તો કારમાંથી ઉતરીને મુઠ્ઠીઓ વાળી ગઈ હતી. પછી જે થયું કે શું થયુ એ રાજકીય ધરોબો ધરાવતા બર્થ–ડે બોય એક્ષપોર્ટર ઉધોગપતિ કે નજીકના જાણકારો જાણતા હશે. પરંતુ યુવા ઉધોગપતિના સરપ્રાઈઝ સેલિબ્રેશને ભારે ચર્ચા જગાવી છે.
બર્થ–ડે બોય યુવા ઉધોગપતિના જ નજીકના સૂત્રોમાંથી ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ચૂંટણી મતદાનની ગણતરીની કલાકો પૂર્વે જ ચોકલેટી બોયનો બર્થ–ડે હતો. મોંઘેરી લાખોની કિંમતની કાર અને કરોડોની કિંમતની હાઈટવાળી ઈમારતમાં રહેતા આ ઉધોગપતિ બર્થ–ડેની પૂર્વ રાત્રીએ પોતાની ઈમારતથી નજીક થોડા અંતરે જ પોતાની લાખોની કિંમતની વિદેશી કારમાં બેઠા હતા.
પતિનો જન્મ દિવસ હોવાથી પત્ની અને પુત્રએ પતિને સરપ્રાઈઝ આપવા નક્કી કર્યુ હતું. માતા–પુત્ર બન્ને એ સમયે પરિવારના મોભી ઉધોગપતિ ચોકલેટી બોયના બર્થ–ડે માટે કેક લેવા માટે રાત્રે નીકળ્યા હતા. રાત્રીના ૧૨ના ટકોરે પતિને કેક કાપીને બર્થ–ડે વીશ કરવો તેવો પત્નીનો પુત્ર સાથેનો કદાચ પ્લાન હશે. બન્ને કેક લઈને પરત આવતા હતા એ સમયે જ પતિની ડાર્ક કલરની કિંમતી કાર નજરે પતા માતા–પુત્ર બન્ને ચમકી ઉઠયા હતા. અહીં કાર કેમ પડી છે માનીને કુતુહલવશ અથવા ચકાસવા બન્ને કાર પાસે પહોંચ્યા હતા.
કારના દરવાજા બધં હતા. અંધકાર હતો. કાર નોક કરતા જ અંદર રહેલા પતિ તેમજ એ યુવતીના કદાચ હોંશકોશ ઉડી ગયા હતા. દરવાજો ખોલતા જ શોખીન પતિ મહાસય સાથે હિન્દી ભાષામાં વાતો કરતી યુવતી પણ હતી. આ દ્રશ્યો જોઈને ફિલ્મી સ્યોરી જેવો માહોલ થઈ પડયો હશે. પતિને સરપ્રાઈઝ આપવા કેક લેવા માટે ગયેલી પત્ની અને પુત્રને ચોકલેટી પતિની જ પરી સાથે કારમાં અણધારી સરપ્રાઈઝ મળી હતી.
કહેવાય કે ચર્ચાય છે કે, એ હિન્દી ભાષી યુવતીને કદાચ મેથીપાક મળ્યો અથવા તો તુંતું મેંમેં થઈ હતી કે હશેને એ યુવતી દોટ મુકીને પોબારા ભણી ગઈ હતી. ત્યારબાદ બર્થ–ડે બોય ચોકલેટી ઉધોગપતિનું શું થયું હશે એ તો તેઓ જ જાણતા હશે. આ ઉધોગપતિ શોખીન હોવાનું અને રાજકીય ધરોબો ધરાવે છે. ઉંચા ગજાના શાસકપક્ષના રાજકીય નેતાઓ સ્થાનિક કક્ષાએ પદાધિકારી સાથે પણ સારા અંગત સંબંધો ધરાવે છેની ચર્ચા છે.
ચોકલેટી ઉધોગપતિ કાળા રંગની ધાતુનું કામકાજ ઉપરાંત અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. આયાત નિકાસનું મોટુ નેટવર્ક છે. રાજકોટ ઉપરાંત અન્ય શહેરો રાયોમાં પણ કરોડોના ધંધાની ફલક ધરાવતા હોવાની ચર્ચા છે. ખરેખર કારમાં એ ઉધોગપતિ હતા અને સાથે રહેલી યુવતી સ્ટાફની કોઈ મેમ્બર હતી અને વ્યવસાયિક કામ અર્થે કારમાં ચર્ચા કરતા હતા કે અન્ય કાંઈ? એ યુવતી શું બર્થ–ડે બોય ઉધોગપતિને બર્થ–ડે વીશ કરવા આવી હતી? સહિતની બાબતે જો અને તો જેવી ચર્ચાઓ ચાલી રહી છે. છ અક્ષર ધારી આ ઉધોગપતિની આ વાતની કોઈ સ્પષ્ટ્ર પુષ્ટ્રી મળતી નથી માટે હાલતો જો અને તો ચર્ચા અફવા ગણવી રહી
સગા–સ્નેહી, રહેવાસીઓ માટે યોજેલી બર્થ–ડે પાર્ટી પણ કેન્સલ કરવી પડી!
શોખીન ધનપતિ યુવા ઉધોગપતિએ બર્થ–ડેની જાનદાર, શાનદાર ઉજવણી કરવા પોતાના નજીકના સગા–સ્નેહી, અંગત રાજકીય વર્તુળ તેમજ રહેવાસીઓ માટે ઈમારત સંકુલમાં બર્થ–ડે પાર્ટીનું આયોજન કયુ હતું. જમણાવાર મીજબાનીનું લાગતા વળગતાને નિમંત્રણ અપાયું હતું. જો કે, બર્થડે પાર્ટી પૂર્વે જ ઈમારતથી નજીક જ દીવાલના સહારે કાર રાખીને યુવતી સાથે કારમાં એકાંત માણી રહેલા આ ચોકલેટી બર્થ–ડે બોય પત્નીના જ રડારમાં આવી જતાં પત્નીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. બર્થ–ડે પાર્ટી મીજબાની જ કેન્સલ કરવી પડી હતી. જાહેર ખાનગીરૂપ એવું બહાનું બતાવી દેવાયું કે ખુદ બર્થ–ડે બોયની તબિયત અચાનક નાદુરસ્ત હોવાના કારણે પાર્ટી કેન્સલ કરાઈ છે. નાની વયે ધંધામાં મોટું નામ કરનારા આ વ્યકિતના ધંધાકીય વ્યવહારો કર્મચારીઓમાં યુવતીઓ પણ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech