ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે પરિક્રમાર્થિઓની સંખ્યામાં ઘટાડો થયો છે.પરંતુ એસટીની આવકમાં વધારો થયો છે.જૂનાગઢ એસટી ડિવિઝન દ્રારા પરિક્રમા અનુલક્ષીને બસ સ્ટેન્ડ થી ભવનાથ અવરજવર અને અન્ય જિલ્લ ામાં વધારાના ટ પર જવા ૨૮૫ વધારાની બસ દોડાવવામાં આવી હતી.આ વર્ષે એસટીને .૨.૧૮ કરોડથી વધુ રકમની આવક થઈ હતી.ગત વર્ષની સરખામણીએ જૂનાગઢ ડિવિઝનને ૪૦.૭૮ લાખનો વકરો થયો હતો.
જૂનાગઢ એસટી ડિવિઝન દ્રારા ગિરનાર પરિક્રમા અનુલક્ષીને તા.૯ થી ૧૬ સુધી બસ સ્ટેન્ડ થી ભવનાથ અવર–જવર માટે ૬૦ મીની બસ અને ડિવિઝનના જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, બાંટવા, વેરાવળ, પોરબંદર, કેશોદ, જેતપુર, માંગરોળ નવ ડેપો પરથી અમદાવાદ, રાજકોટ, જામનગર ભાવનગર સહિત વિવિધ જિલ્લ ાના ટ પર જવા ૨૨૫ મળી કુલ ૨૮૫ બસ દોડાવવામાં આવી હતી. એસટીવી વિભાગીય નિયામક રાવલના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી વિભાગીય નિયામકના નીદર્શન હેઠળ વધારાની બસનું સંચાલન કરવામાં આવ્યું હતું.
પરિક્રમામા આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ એસટીમાં મુસાફરોની સંખ્યા અને આવકમાં વધારો થયો હતો.આ વર્ષે વિવિધ જિલ્લ ાઓમાં અવરજવર માટે કુલ ૧૩૫૭ બસ દોડાવવામાં આવી હતી.જેમાં ૩.૩૫,૯૭૯ મુસાફરોએ મુસાફરી કરી હતી.આઠ દિવસના સંચાલન દરમિયાન જૂનાગઢ ડિવિઝનને ૨.૧૮ કરોડથી વધુ આવક થઈ હતી.ગત વર્ષે પરિક્રમા અંતર્ગત ૧.૭૭ કરોડથી વધુ રકમની આવક થઈ હતી.જેની સરખામણીએ આ વર્ષે ૪૦.૭૮ લાખની વધારાની આવક થઈ હતી.
બસ સ્ટેન્ડ થી ભવનાથ અવરજવર માટે મુસાફરો અને આવકનો ઘટાડો
પરિક્રમામાં આ વર્ષે સાઙા ચાર લાખથી વધુ ભાવિકોની ઘટ રહી હતી.જેની અસર જૂનાગઢ ડેપોને પડી હતી. જુનાગઢ ડેપોના મેનેજર મકવાણાના નીદર્શન હેઠળ બસ સ્ટેન્ડ થી ભવનાથ અવરજવર માટે ૬૦ મીની બસ દોડાવવામાં આવી હતી.જેમાં આઠ દિવસ દરમિયાન ૪૦૬૦ ટ્રીપ દોઙાવવામાં આવી હતી કુલ ૧,૨૧,૨૪૦ મુસાફરોએ મુસાફરી કરી હતી.અને ૨૯.૮૪ લાખની આવક થઈ હતી.ગત વર્ષે બસ સ્ટેન્ડ થી ભવનાથ અવર–જવર માટે ૧,૪૭,૬૮૨ મુસાફરોએ મુસાફરી કરી હતી અને ૩૬.૫૧ લાખની આવક થઈ હતી..ગત વર્ષની સરખામણીએ લોકલ ટ પર આ વર્ષે ૨૬ હજારથી વધુ મુસાફરોનો ઘટાડો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech