વ્યકિત પોતાના કામમાં એક સાથે અનેક ભાષાઓ શીખે છે, પરંતુ માતૃભાષા એક જ હોય છે, એક અભ્યાસમાં સામે આવ્યું છે કે યારે તે માતૃભાષાના શબ્દો સાંભળે છે ત્યારે તેનું મગજ એક ખાસ પ્રકારની પ્રતિક્રિયા વ્યકત કરે છે. આ સંદર્ભે વૈજ્ઞાનિકોએ એક કરતાં વધુ ભાષા જાણતા લોકોના મગજ પર પ્રયોગો કર્યા હતા. મગજમાં ભાષાઓ કેવી રીતે વિકસે છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અભ્યાસ સહભાગીઓમાંથી ૨૧ની માતૃભાષા અંગ્રેજી હતી, યારે બાકીની ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ, ડચ, જર્મન, હંગેરિયન અને મેન્ડરિન હતી. વૈજ્ઞાનિકોએ બે જૂથોની સરખામણી કરી. જેમાં એક જૂથ વધુ ભાષાઓમાં જાણકાર હતું. યારે અન્ય વર્ગ પ્રમાણમાં ઓછી ભાષાઓ જાણતો હતો. વૈજ્ઞાનિકોએ નોંધ્યું હતું કે યારે આપણે વિવિધ ભાષાઓ સમજીએ છીએ, ત્યારે મગજનો એક ભાગ સેરેબ્રલ કોર્ટેકસ સક્રિય થઈ જાય છે.
ફંકશનલ મેેટિક રેઝોનન્સ ઇમેજિંગ નામની આ પ્રક્રિયા દ્રારા વૈજ્ઞાનિકોએ બહત્પભાષી લોકોના મગજના પ્રતિભાવને સમજવાનો પ્રયાસ કર્યેા. આ માટે વિવિધ ભાષાઓમાં લેખિત સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. આ અભ્યાસ માટે ૩૪ લોકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ૨૦ પુષો અને ૧૪ મહિલાઓ હતા. જેમની ઉંમર ૧૯ થી ૭૧ વર્ષની વચ્ચે હતી.
શબ્દોમાંથી વાકયો બનાવવામાં આવે છે અને જટિલ વાકયોનો અર્થ સમજી શકાય છે. યારે બે સહભાગીઓને તેમની માતૃભાષા સાથે પરિચય આપવામાં આવ્યો, ત્યારે કોર્ટેકસની પ્રતિક્રિયા અન્ય ભાષાઓની તુલનામાં અલગ હતી. સંશોધન સાથે સંકળાયેલી એવેલિના ફેડેરેન્કોના જણાવ્યા અનુસાર, મગજનો એક ચોક્કસ ભાગ એવી ભાષા સાંભળીને ખૂબ જ સક્રિય થઈ જાય છે જે વ્યકિત પહેલેથી જ સારી રીતે જાણે છે. સ્મૃતિના આધારે જ બધા શબ્દોનો અર્થ જાણી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech