લીલીયાના પીપળવા રોડ પાસે પુરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને ઠોકરે લેતા ચાલક ૬૪ વર્ષીય પ્રૌઢ ડમ્પરના જોટામાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લીલીયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ લીલીયાના વાઘણીયા ગામે રહેતા ગભરૂભાઇ પોપટભાઈ શિંગાળા (ઉ.વ.૬૪)નામના પ્રૌઢ ગઈકાલે પોતાનું મોટર સાઇકલ લઇ લીલીયાથી વઘાણીયા ઘરે આવતા હતા ત્યારે પીપળવા રોડ પર પૂર પાટ ઝડપે આવેલા જીજે ૧ વી ૭૯૪૮ નંબરના ડમ્પરએ બાઈકને ઉલાળતા ચાલક પ્રૌઢ ડમ્પરના પાછળના જોટામાં આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને લીલીયા હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. અકસ્માત સર્જી્ નાશીજનાર અજાણ્યા ડમ્પર ચાલક સામે મૃતકના ભાણેજ રવિન્દ્ર પ્રાગજીભાઈ શેલડીયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં ચાલકનું મૃત્યુ
January 23, 2025 10:47 AMહવેથી પાકિસ્તાનમાં પતંગ ઉડાડવા સહિતની પ્રવૃત્તિ બિન-ઇસ્લામિક ગણાશે
January 23, 2025 10:46 AMજામનગરના નભોમંડળમાં નરી આંખે દેખાતા મંગળ-ગુરુ-શુક્ર અને શનિ વગેરે ગ્રહોની માહિતી
January 23, 2025 10:44 AMદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech