પ૮-દિ. પ્લોટમાં ચોકીદાર પર હીચકારો હુમલો

  • June 16, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ૫૮ માં આવેલ શ્રીરંગ એવન્યુ એપાર્ટમેન્ટના ચોકીદાર નેપાળી યુવક પર મોડી રાત્રે અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત નેપાળી યુવકને સારવાર અર્થે ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ક્યાં કારણોસર અને કોને હુમલો કર્યો એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે, બનાવની જાણ થતાં પોલીસ ટુકડી હોસ્પિટલ ખાતે નિવેદન લેવા દોડી ગઇ હતી.
**
બુટાવદરમાં બે યુવાનને માર માર્યો
જામજોધપુરના બુટાવદર ગામમાં રહેતા કિશોર ડાયા મકવાણા (ઉ.વ.૩૪)એ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં બુટાવદરના વિશાલ સોમા ઉર્ફે જીકા મકવાણાની સામે ફરીયાદ કરી હતી કે ત્રણ દિવસ પહેલા આરોપીને ફરીયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને પાઇપ વડે કિશોરભાઇને ઇજા પહોચાડી હતી. આ વેળાએ ફરીયાદીના માતા વચ્ચે પડતા તેઓને પણ મુંઢ માર માર્યો હતો અને ફરીયાદીના ભાઇને પણ મુંઢ માર માર્યો હતો.
**
જામનગરમાં મેઇન્ટેનન્સ બાબતે યુવાનને ધમકી
શહેરના શરુસેકશન રોડ પર સરલાબેન ત્રિવેદી ભવન વીંગ-એ/૩માં રહેતા આશિષ જયંતીભાઇ વોરા (ઉ.વ.૪૩) એ ગઇકાલે સીટી-સીમાં સરલાબેન ત્રિવેદી ભવન બી/૨-૪૦૨ ખાતે રહેતા હનીફ મીરની સામે ધમકી દીધાની ફરીયાદ કરી હતી. આરોપીએ ફરીયાદીને ફોન કરી બિલ્ડીંગના મેઇન્ટેનન્સ બાબતે બોલાચાલી કરી હતી તેમજ અપશબ્દો બોલી ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application