ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી હેલ્પ લાઈન શરૂ કરવામાં આવનાર છે બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી આ હેલ્પલાઇન ચાલુ રહેશે આ હેલ્પલાઇન પરથી વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી અને શાળાઓને પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ હેલ્પલાઇનનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે થશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૧ માર્ચથી શરૂ થનાર છે આ પરીક્ષા ૨૬ માર્ચ સુધી ચાલશે આ અંગે સત્તાવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને આડે ગણતરીઙ્ગા દિવસ બાકી છે તેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચમાં છે. જેમાં હવે બોર્ડની પરીક્ષા પહેલા શિક્ષણ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર શરૂ પૂર્ણ થાય ત્યાં સુધી હેલ્પલાઈન કાર્યરત રાખવામાં આવશે તેવુ આયોજન કર્યું છે. આવતીકાલથી બોર્ડની હેલ્પલાઈન શરૂ કરી દેવામાં આવશે, જે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા સુધી ચાલુ રહેશે.
આ હેલ્પલાઈન પરથી વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને શાળાઓને પણ માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઙ્કરીક્ષા માંડ એક માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ, શાળાઓ તેમજ વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઈનબોર્ડ દ્વારા દરવર્ષે આ પ્રકારને હેલ્પલાઈન શરૂ કરવામાં આવતી હોય છે, જ્યાં મોટી સંખ્યામાં માર્ગદર્શન માટે ફોન આવતા હોવાનું પણ જાણવા મળે છે.
ચાલુ વર્ષે પણ શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી હેલ્પલાઈન શરૂ કરવાનું આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે. ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પરથી માર્ગદર્શન આપવામાં આવશે. આ ટોલ ફ્રી નંબર પરીક્ષા પુર્ણ થવાના છેલ્લા દિવસ એટલે કે ૨૬ માર્ચ સુધી કાર્યરત રહેશે. સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન હેલ્પાઈનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ માર્ગદર્શન માટે ઉપલબ્ધ રહેશે. જેથી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવણતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં હેલ્પલાઈન મદદરૂપ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech