જામનગરમાં આંખોના ઇન્ફેક્શનથી વધતી જતી સમસ્યા ચિંતાનો વિષય બની

  • July 24, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંબર સિનેમા રોડ પર આવેલા આહિર વિદ્યાર્થી ભવનના સંખ્યાબંધ છાત્રોને આંખોમાં ઇન્ફેક્શન થતાં હોસ્પિટલમાં લઈ જવાયા

જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે આંખ માં ઇન્ફેક્શનની સમસ્યા વધી જતાં ચિંતા પ્રસરી છે. અંબર સિનેમા  રોડ પર આવેલા વિદ્યાર્થી ભવનના સંખ્યાબંધ છાત્રોને આંખોની સમસ્યા થઈ હોવાથી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.
જામનગર શહેરમાં ચાલુ વરસાદની સિઝનમાં આંખોની ઇન્ફેક્શનના કેશો વધતા જતા જોવા મળ્યા છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આંખોની સમસ્યાને લઈને મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે.
દરમિયાન અંબર સિનેમા રોડ પર આવેલા આહિર વિદ્યાર્થી ભવનમાં રહીને અભ્યાસ કરતા સંખ્યાબંધ છાત્રોની આંખોમાં ઇન્ફેક્શન થયું હતું, જેથી આજે તમામ છાત્રોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, અને તમામની તાકીદ ની સારવાર કરવામાં આવી રહી છે. આ સમસ્યાને લઈને વિદ્યાર્થીના વાલીઓમાં ચિંતા પ્રસરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application