રામનવમીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું રંગેચંગે થયુ સમાપન

  • April 07, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી માટેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રવિવારે શહેરના રાજમાર્ગો પરથી દિવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. 
ઠેર-ઠેર ઢોલ અને શરણાઇના સુરો સાથે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચારે તરફ કેસરીયો ભગવો માહોલ છવાઇ ગયો હતો. પાલખીના દર્શન કરવા માટે રામભકતોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીરામ જાનકી  મઠ, બ્રાન્ચ સ્કૂલ સામે, શીતલાચોક થી વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ  પ્રેરિત વિશાળ શોભાયાત્રા પોરબંદરના મુખ્ય રાજમાર્ગો પર ભગવાન શ્રીરામના રથ તથા પાલખી સાથે નીકળી હતી.
આ રથયાત્રાના સુંદર આયોજનમાં કાર્યકર્તાઓની મુખ્ય સમિતિ બનાવી આયોજન કરેલ હતું. 
આ આયોજનમાં પોરબંદરનો વિશાળ હિન્દુ સમાજ જોડાઇને ભગવાન શ્રીરામનું પૂજન-અર્ચન કરી વંદન કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની જાણકારી માટે  સ્વયંસેવકો દ્વારા જન-જન સુધી વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વાગત બેનર અને મોટા હોર્ડીગ્સ શોભાયાત્રાના ‚ટમાં રાખવામાં આવ્યા હતા. જે શોભાયાત્રાનું સ્વાગત ઠેર ઠેર થયુ હતું.
પોરબંદરના વેપાર-ધંધા સાથે સંકળાયેલા એશોશીએશનો, ચેમ્બરો, વેપારી મંડળો, રીક્ષા યુનિયન, સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગારમાં અડધા દિવસની રજા રાખી શોભાયાત્રામાં જોડાઇ સહકાર આપ્યો હતો. હિન્દુ સમાજના અલગ અલગ સંપ્રદાયના સંતો-મહંતો પોતાના ભકત મંડળો સાથે જોડાઇને શોભાયાત્રાની શોભા વધારી તેમજ યાત્રાની આગેવાની લીધી હતી.
પોરબંદર શહેરની સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુવક મંડળો, ગરબી મંડળો, હોળી મંડળ અને ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રીરામના જયઘોષ સાથે અલગ અલગ વિસ્તારમાંથી જોડાયા હતા. ધુન ભજન મંડળ પોતાની ટીમ સાથે સમગ્ર શોભાયાત્રાના સમય દરમ્યાન સતત શ્રી રામધૂન યોજાઇ હતી. હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓના પ્રમુખો પોતાની જ્ઞાતિના આગેવાનો સાથે જોડાયા હતા.  શ્રીરામલલ્લાની વિશાળ શોભાયાત્રામાં જોડાવા માટે પોરબંદરનો સમગ્ર હિન્દુ સમાજ થનગની રહ્યો હતો અને પોરબંદરના તમામ વેપારીભાઇઓ બપોર પછી પોતાના ધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા.આ વખતની શોભાયાત્રામાં પોરબંદરમાં અનેક જગ્યાએ ધજા, પતાકાથી પોરબંદરના મુખ્ય માર્ગોને શણગારવામાં આવેલ હતી.
આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામના રથ તથા પાલખી આસપાસ અયોધ્યામાં બે-બે વખત કારસેવામાં જોડાયેલા કાર્યકર્તાઓ વિવિધ કલરના સાફા પહેરી ભગવાન શ્રીરામના રથની જ‚રી વસ્તુઓ ધારણ કરી, ખુલ્લા પગે પાલખી ઉપાડી મુખ્ય માર્ગો પરથી પસાર થઇ ખૂબજ આકર્ષક સાથે દ્રશ્ય બનાવ્યા હતા.
શોભાયાત્રા જ્યાંથી પ્રસ્થાન થવાની હતી તે જાનકી મઠ, રામ મંદિર બ્રાન્ચ સ્કૂલ પાસે હિન્દુ સમાજની બહેનો રંગોળી તથા સુશોભન કરી તેમજ સમગ્ર મંદિરને આગવા શણગારથી શણગારી શોભામાં વધારો કર્યો હતો. ભગવાન શ્રીરામના રથ તથા પાલખી સાથે અલગ અલગ ફલોટસ ફોર વ્હીલરમાં સાથે નીકળ્યા હતા. તેમજ આ ફલોટસમાં નાના બાળકો અલગ અલગ વેશભુષા ધારણ કરી લોકોને આકર્ષિત કર્યા હતા. ઘોડેસ્વાર આ રથયાત્રાની સતત સાથે રહ્યા હતા. શોભાયાત્રા બપોરે પ્રસ્થાન થઇ હતી. જેનો ‚ટ જાનકી મઠ રામ મંદિરથી થઇ  રામમંદિર મહાઆરતી કરી ભગવાન રામના આવતા વર્ષ ફરી ભવ્યો જન્મોત્સવ ઉજવવાના પવિત્ર સંકલ્પ કરી શોભાયાત્રાને વિરામ અપાયો હતો.
શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમાજના લોકો દ્વારા ઢોલ-નગારા અને શરણાઇના સૂરે ભવ્ય સ્વાગત કર્યંુ હતું. ઉપરાંતમાં તમામ ‚ટ પર સેવાભાવી લોકો દ્વારા ઠંડાપીણા, છાશ, પાણીની ભકતજનો માટે ભકતજનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં હિન્દુ સમાજમાંથી ભાઇઓ, બહેનો તથા બાળકો દ્વારા વેશભુષાઓ ધારણ કરીને ધાર્મિક વાતાવરણ ઉભુ કર્યંુ હતું. 
સમગ્ર શોભાયાત્રાનું સંકલન વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા છેલ્લા ઘણાં દિવસથી આયોજન કરી આખરી ઓપ આપી દીધો હતો.પોરબંદરના તમામ હિન્દુ સમાજના ભાઇ-બહેનોને રામનવમીની શોભાયાત્રામાં જોડાવા શોભાયાત્રાના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી હતી અને તેને લીધે હજારોની સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application