નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, ડાંગ જિલ્લ ાના સુબીર તાલુકાના વાહત્પટીયા ગામે સિંચાઈ વિભાગના પિયા ૫.૯૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વાહત્પટીયા–૧ વિયરનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ સાથે જ મંત્રીએ વાયદૂન ગામે સિંચાઈ વિભાગ હસ્તકના પિયા ૭.૧૫ કરોડના ખર્ચે બની રહેલા વિયરના ચાલુ કામની પણ મુલાકાત લીધી હતી.
બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમા સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લ ામા વરસતો હોય છે ત્યારે, અહીં વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી રોકી, લોકોને ખેતી તરફ વધૂ પ્રેરિત કરી શકાય તે માટે રાય સરકાર સતત પ્રયત્નશિલ છે.
આ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લ ામા પાણીની સમસ્યા દૂર કરવા માટે તાપી આધારિત . ૮૬૬ કરોડની યોજના મંજુર કરવામા આવી છે. તેમજ અમુક ગામડાઓ જે આ યોજનાથી વંચિત છે તેઓને, વિયર જેવી યોજનાઓના લાભથી આવરી લઈ પાણીની સમસ્યા દૂર કરાશે. દક્ષિણ ગુજરાતના જળ સંપત્તિ વિભાગના મુખ્ય ઈજનેર વ અધિક સચિવ આર.એમ.પટેલે પોતાના પ્રાસંગિક વકતવ્યમાં કહ્યું હતુ.
ઉલ્લ ેખનીય છે કે, દક્ષિણ ગુજરાતની વિશિષ્ટ્ર ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહી ખાબકતા ધોધમાર વરસાદને લીધે ધસમસતા પાણીના આવરાને કારણે ટીપિકલ ડીઝાઇન મુજબના નાના ચેકડેમોની આવરદા ખૂબ ટૂંકી રહેવા પામે છે. આવા ચેકડેમોમા નદીના પાણી સાથે કાંપ, માટી, પત્થરો, વૃક્ષો વિગેરે પણ તણાઇ આવતા હોઇ, ચેકડેમોને ભારે નુકશાન પણ થતુ હોય છે. સરવાળે, આવા ચેકડેમો લોકભોગ્ય ન રહેતા, પાણીની સમસ્યા ઠેર ની ઠેર રહેવા પામે છે.
આ પરિસ્થિતિના ઉકેલ સ્વપે વેર–૨ યોજના વિભાગ–વ્યારા હસ્તકના જુજ પ્રોજેકટ કેનાલ સબ ડિવિઝન–૨, આહવા તથા દમણગંગા કેનાલ સબ ડિવિઝન–૩, આહવા દ્રારા રાય સરકારની મંજૂરી સાથે સૂચિત સ્થળનદીના કોતરોની તાંત્રિક શકયતાઓ ચકાસી, મોજણી, સંશોધન અને આલેખન બાદ ટેન્ડર પ્રક્રિયા અનુસાર મોટા ચેકડેમો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત ડાંગ જિલ્લ ામા અત્યાર સુધી દમણગંગા યોજના વર્તુળ–વલસાડ દ્રારા કુલ .૨૦૧૫.૨૩ લાખના ખર્ચે ૨૪ જેટલા ચેકડેમોનુ નિર્માણ કાર્ય પૂર્ણ કરવામા આવ્યુ છે. જેની જળ સંગ્રહ શકિત ૩૨.૨૭ મીટર ઘનફટ અને લાભાન્વિત વિસ્તાર ૮૭૬ હેકટર જેટલો થાય છે. તેજ રીતે ઉકાઈ વર્તુળ–ઉકાઈ દ્રારા જિલ્લ ામા .૬૨૦૭.૨૪ લાખના ખર્ચે ૧૧૦ ચેકડેમોનુ નિર્માણ કાર્ય સંપન્ન કરાયુ છે. જેની જળ સંગ્રહ શકિત ૧૯૨.૯૦ મીટર ઘન ફટ તથા લાભાન્વિત વિસ્તાર ૧૯૬૪ હેકટર છે. આમ, આ બન્ને વિભાગો દ્રારા કુલ .૮૨૨૨.૪૭ લાખના ખર્ચે ૧૩૪ ચેકડેમોનુ કામ પૂર્ણ કરાયુ છે. જેનાથી ૨૨૩.૧૭ મીટર ઘનફટ જળ સંગ્રહ શકિત સાથે ૨૮૪૦ હેકટર વિસ્તારને લાભ મળી રહ્યો છે.
આ સાથે ઉકત બન્ને વિભાગોના કુલ .૪૭૧૧ લાખની લાગતના અન્ય ૮ જેટલા ચેકડેમોના કામો પ્રગતિ હેઠળ છે. યારે અને ૨૦૨૪–૨૫ ના વર્ષમા બીજા . ૧૮૮૮ લાખની કિંમતન કુલ ૧૨ નવા ચેકડેમને રાય સરકારની વહીવટી મંજૂરી મળવા પામી છે. તો સને ૨૦૨૫–૨૬ ના વર્ષ માટે કુલ . ૭૭૪૨ લાખની કિમંતના અન્ય ૨૨ ચેકડેમવિયરનુ આયોજન પણ ઉકત વિભાગો દ્રારા ઘડી કાઢવામા આવ્યુ છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયાએ ડાંગ અને નવસારી જીલ્લ ામાં ચાલતા જુદા જુદા પાણી પુરવઠા જૂથ યોજનાઓ અને ચેકડેમો, ડેમોની મુલાકાત લીધેલ અને માર્ગદર્શન આપેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech