ત્રંબામાં મકાન ભાડે રાખી જનરલ સ્ટોરની આડમાં એક વર્ષથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ચાલતું હતું

  • September 23, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામે આજીડેમ પોલીસે દરોડો પાડી અહીં મકાનમાં ચાલી રહેલા ગેસ રિફિલીંગના કૌભાંડનો પર્દાફાશ કર્યેા હતો. પોલીસે અહીં મકાનમાં જનરલ સ્ટોર ધરાવનાર શખ્સની ધરપકડ કરી હતી અને ૬૭ બાટલા કબજે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખસ અહીં મકાન ભાડે રાખી છેલ્લા એક વર્ષથી ગેસ રીફિલિંગનું કારસ્તાન આચરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસે પુરવઠા વિભાગને રિપોર્ટ કર્યેા છે. આરોપી કોની પાસેથી બાટલા લાવતો હતો સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ પથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.રાણા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, ત્રંબા ગામે વડાળી રોડ પર મકાનમાં જ આવેલા દર્શન જનરલ સ્ટોરનો માલિક મહેન્દ્ર ઉર્ફે મહેશ પરસોત્તમભાઈ સવસાણી (ઉ.વ ૫૨ રહે. કસ્તુરબા ધામ) ગેસ રીિલગં કરે છે.જે બાતમીના આધારે દરોડો પાડો હતો. અહીં મકાનમાં કારસ્તાન મળી આવ્યું હતું. પોલીસે અહીંથી ઇન્ડિયન, ભારત ગેસ, રિલાયન્સ, સુપર સહિતની કંપનીના ઘરેલું તથા કોમર્શિયલ મળી ૬૭ બાટલા કબજે કર્યા હતા. આ ઉપરાંત ગેસ રીિલગં માટે ઉપયોગમાં લેવાતી મોટર વજન કાંટો નાની મોટી નોંઝલ નળીઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી મહેન્દ્ર ઉર્ફે મહેશ અહીં ૧૨ મહિનાથી મકાન ભાડે રાખી ગેસ રીિલંગનું કારસ્તાન આચારતો હતો તે જુદી–જુદી કંપનીના ઘરેલુ અને કોમર્શિયલ રાંધણ ગેસના બાટલા મેળવી તેમાંથી ગેસ ચોરી કરી અન્ય બાટલાઓમાં ભરતો હતો.આરોપી આ બાટલાઓ કયાંથી લાવતો હતો. સહિતની બાબતો અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ મામલે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સહીતાની કલમ ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application