ગોંડલમાં ભગવતપરામાં રહેતા શીદી યુવાનના ઘરે ધસી આવી બે શખસોએ તારો ભત્રીજો કયાં છે તેને મારવો છે તેમ કહી ઝઘડો કર્યો હતો.બાદમાં તેણે પોલીસ ફરજ બજાવતા પોતાના મિત્રને બોલાવી યુવાનને મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત કર્યો હતો.સાથોસાથ કહ્યું હતું કે,સવાર સુધીમાં તારા ભત્રીજાને મોકલી આપજે નહીંતર જાનથી મારી નાખીશ.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસે છ સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલના ભગવતપરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં મજુરીકામ કરનાર પરવેઝ સલીમભાઇ મુળીયા(ઉ.વ ૨૮) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ઇમરાન ઉર્ફે ઇમલો કટારીયા,આદીલ ફકીર,સમુ ખાટકી,ઇમરાન ઉર્ફે ઇમલાનો ભાઇ સલીમ ઉર્ફે બેરો,પોલીસમાં ફરજ બજાવતો કાલુ ખીમસુરીયા અને મીત ખીમસુરીયા તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આરોપી ઇમરાન ઉર્ફે ઇમલા સાથે તેના કૌટુંબિક ભત્રીજા રીયાકતને ટાપલી મારી બાદમાં તેને મારમારી ધમકી આપી હતી.જેથી ભત્રીજો ડરના લીધે રાજકોટ ચાલ્યો ગયો હતો.દરમિયાન રાત્રીના ઇમરાન અને આદીલ યુવાનના ધરે આવ્યા હતાં.બાદમાં કહ્યું હતું કે તારો ભત્રીજો રીયાકત કયાં છે જેથી યુવાને ભત્રીજો કયાં છે તેની મને ખબર નથી તેમ કહેતા આ શખસોએ તેની સાથે ઝઘડો કરી ગાળો આપી હતી.દરમિયાન અહીં લોકો એકત્ર થઇ જતા ઇમરાને પોલીસમાં ફરજ બજાવતા તેના મિત્ર કાલુ ખીમસુરીયાને બોલાવ્યો હતો.
બાદમાં કાલુ ખીમસુરીયા તેની સાથેના મિત સહિતનાએ તારો ભત્રીજો કયાં છે? તેમ કહી ઝઘડો કરી યુવાનને ઢીકાપાટુનો મારમારી ધમકી આપી હતી.દરમિયાન યુવાનના સમાજના લોકો તેને છોડવવા વચ્ચે પડતા આ શખસોએ ઉશ્કેરાઇ યુવાનને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી સવાર સુધીમાં તારા ભત્રીજાને અમારી પાસે મોકલી દેજે નહીંતર જીવતો નહીં મુકીએ તેવી ધમકી આપી જતા રહ્યા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨) અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech