મોરબીમાં રહેતા લેબર કોન્ટ્રાકટર કમ સિરામિક એકમમાં ભાગીદાર પટેલ આધેડને યુવતીએ ફોન કરી જાળમાં ફસાવ્યા બાદ ખોડલધામ મંદિરે મળવા બોલાવી ત્યાંથી અવવારૂ જગ્યાએ લઈ જઇ શરીર સંબધં બાંધવાનું કહ્યું હતું. દરમિયાન અન્ય ચાર શખસો આવી જઇ આ અમારી ભાણેજ છે કહી આધેડને મારમાર્યેા હતો.બાદમાં દુષ્કર્મના કેસમાં ફીટ કરાવી દેવાનું કહી તેમની પાસેથી આંગડિયા મારફત ૨૩.૫૦ લાખ પડાવી લીધા હતા.હનીટ્રેપની આ ઘટના અંગે પટેલ આધેડ દ્રારા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે યુવતી સહિત પાંચ શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમેન્ટ લેટ નંબર ૫૦૩ માં રહેતા ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા(ઉ.વ ૫૦) દ્રારા આ ઘટના અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના નામની ક્રી અને ચાર અજાણ્યા શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ભરતભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેઓ મોરબીમાં સિરામિક ટાઇલ્સ કંપનીમાં લેબર કોન્ટ્રાકટ રાખે છે તેમજ એક ટકાની ભાગીદારી પણ છે. મોરબીમાં ઓડોરેશન સિરામિક કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે કામ કરે છે.
આજથી એકાદ મહિના પૂર્વે તેઓ પોતાના કારખાને હતા ત્યારે અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, શારદાબેન છે જેથી ભરતભાઈએ કહ્યું હતું કે રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ફરી વખત ફોન આવ્યો હતો ત્યારે પણ તેમને ફોન કાપી નાખ્યો હતો બીજા દિવસે બપોરે ફરીથી આ નંબર પર કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે ફોન કાપતા નહીં અને વાતચીતની શઆત કરી હતી ફોનમાં ક્રીએ કહ્યું હતું કે માં નામ ક્રિષ્ના છે અને હત્પં પટેલ છું તેમજ સુલતાનપુર રહેતી હોવાનું જણાવ્યું હતું. દસેક મિનિટ વાતચીત ચાલી હતી બાદમાં આ ક્રી દરરોજ ફોન કરવા લાગી હતી અને આધેડને કહ્યું હતું કે મારી સાથે પ્રેમ સંબધં રાખો. મળવા આવો તેની વાતોમાં આવી જઇ આધેડે મળવા માટે હા કહી હતી જેથી આ ક્રીએ કાગવડ ખોડલધામે મળવા માટે બોલાવ્યા હતા.
તારીખ ૪૩૨૦૨૪ ના તેઓ મોરબીથી સવારે આઠેક વાગ્યે કારની ૧૦:૩૦ વાગ્યે અહીં ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા યાં આ યુવતી સાથે મુલાકાત થઈ હતી તે કારમાં બેસી ગઈ હતી બાદમાં તેણે કાર થોડે દૂર રસ્તા ઉપર લઈ જવાનું કહ્યું હતું બાદમાં અહીં જલારામ બાપાની વાડીના ગેટની ડાબી તરફ કાર લઈ જવાનું કહેતા ત્યાં લઈ ગયા હતા.અહીં કાર ઉભી રખાવી તે પાછળની સીટ પર જતી રહી હતી અને પોતાના કપડા ઉતારવા લાગી શરીર સંબધં બાંધવાનું કહ્યું હતું. પરંતુ આધેડે ના કહેતા પાછળથી બે બાઈકમાં ચાર શખસો આવ્યા હતા અને ગાડી પાસે આવી તેમાંથી એક શખ. ક્રિષ્નાને બાઈકમાં બેસાડી જતો રહ્યો હતો બાદમાં અન્ય ત્રણ શખસો કારમાં બેસી જઇ આધેડને માર મારવા લાગ્યા હતા અને કહેતા હતા કે, ક્રિષ્ના અમારી ભાણેજ છે ત્રણ દિવસથી ઘરેથી જતી રહી છે બાદમાં કાર લીલાખા ગામ તરફના રસ્તે લઈ જઇ આ શખસે ધમકી આપી હતી કે, ૩૫ લાખ પિયા આપ નહીં તો મારી ભાણેજ સાથે દુષ્કર્મના કેસમાં તને ફસાવી દઈશ અને પિયા નહીં આપે તો જાનથી મારી નાખીશું.
આધેડ ડરી ગયા હતા જેથી તેમણે પોતાના સગાભાઈ પરેશ તથા પંકજને ફોન કરી દવાખાનાના કામમાં રૂપિયા આપવાના છે તાત્કાલિક આંગળીયુ કરાવો તેમ કહેતા બંને ભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વી પટેલ પેઢીમાં ૧૦ લાખનું આંગળીયુ કરાવ્યું હતું. બાદમાં આ શખસોએ હજુ રૂપિયા આપવા પડશે તેમ કહેતા અન્ય બે આંગડિયા દસ લાખ અને સાડા ત્રણ લાખના કરાવ્યા હતા આમ કુલ રૂપિયા ૨૩.૫૦ લાખ આધેડ પાસેથી આ શખસોએ પડાવી લીધા હતા. બાદમાં ભરતભાઈ પોતાની કારે લઇ મોરબી ચાલ્યા ગયા હતા.
આબરૂ જવાના ડરથી કોઈને વાત કરી ન હતી થોડા દિવસ બાદ પોતાના ભાઈઓને આ બાબતે વાત કરતા અંતે આ મામલે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનાહિત કાવતરૂ રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ આર.જે.જાડેજા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech