ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલી હબીબ વાલજી સોસાયટીના એક મકાનમાં ગત મોડી રાત્રીની અરસામાં રક્ત રંજીત ઘટના ઘટવા પામી હતી. મહુવાના નામીચા બુટલેગરે એકાદ મહિના માસ પૂર્વે ઉના પંથકની મહિલાને પોતાના ઘરમાં બેસાડી હતી. જે ઉનાના દેલવાડાના શખસની પ્રેમીકા હોય જેની દાઝ રાખી પુર્વ પ્રેમીએ ઘસી આવી નિદ્રાપિન બુટલેગર ઉપર કુહાડાથી તુટી પડયો હતો. અને હત્યા કર્યો બાદ ફરાર બન્યો હતો. ઉકત ઘટનાને લઈ મહુવામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
મહુવાની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ અમીરઅલી ડોઢીયાએ એકાદ મહિના પૂર્વે ઉના પંથકની અફસાના નામની મહિલા સાથે પ્રેમ પાંગરતા તેને તેના ઘરમાં બેસાડી હતી. પરંતુ અફસાનાને અગાઉ ગીર સોમનાથ જિલ્લાના અને ઉનાના દેલવાડામાં રહેતા નિલેશ અનીલભાઈ ખોરાસી સાથે પ્રેમ હોય અને અફસાનાએ તેને છોડી દીધો હતો. દરમિયાન ગત રાત્રીના અલ્તાફભાઈ તેના રહેણાકી મકાનના ઉપરના માળે સુતા હતા. તે વેળાએ અફસાનાનો પ્રથમ પ્રેમી નિલેશ ખોરાસી મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસા દરમિયાન ધસી આવ્યો હતો. અને ’અલ્તાફ તે આ ખોટું કર્યુ છે’. તેમ કહી જીવલેણ હુમલો કરી આડેપડ કુહાડાના જીવલેણ ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાખી હતી. તે વેળાએ અલ્તાફભાઈના ઘરે તેનો મિત્ર અનવરભાઈ આવી વચ્ચે પડતા નિલેશે તેને પણ ઉંધી કુહાડીનો ઘા મારી ’તારે જીવવું હોય તો ચુપ ચાપ પડયો રહે નહીંતર તારી પણ હત્યા થઈ જશે’ તેમ કહી ધમકી આપ્યા બાદ મિત્રની નજર સામે જ મિત્રને નિર્દયતાથી કુહાડી મારતો રહ્યો હતો.
ઘટનાની જાણ થતા મહવા પોલીસનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. દરમિયાન પોલીસે મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાય પરી હતી. ઉક્ત રક્ત રંજીત ઘટના સંદર્ભે મૃતક અલ્તાફભાઈના પત્ની ફરજાનાબેન અલ્તાફભાઈ ડોઢીયા (રે. મુનીવર સોસાયટી, ભાદ્રોડ ઝાપા, મહુવા)એ મહુવા પોલીસ મથકમાં નિલેશ અનિલભાઈ ખોરાસી રે. ઠેલવાડા તા. ઉના, જિ. ગીરસોમનાથ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech