મોટા ભાગના ભારતીયો પાટા પર બુલેટ ટ્રેન કયારે દોડશે તેની રાહ જોઇ રહ્યા છે. એવામાં કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈને મોટા સમાચાર આપ્યા છે. એક આરટીઆઈનો જવાબ આપતા તેમણે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં ઘણી પ્રગતિ થઈ છે અને અમે ૨૦૨૬ માં એક વિભાગમાં પ્રથમ ટ્રેન ચલાવવા માટે તૈયાર થઈશું.
કોરિડોરનું નિર્માણ કરી રહી રહેલ એનએચએસઆરસીએલને હજુ પણ પ્રોજેકટ પૂર્ણ કરવા માટેના તમામ જરી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા નથી.તેમ છતાં અમદાવાદ–મુંબઇ વચ્ચે દોડનારી ટ્રેનના પહેલા ચરણમાં સુરત અને બીલીમોરા વચ્ચે પહેલા ફેઝમાં ટ્રેન ટ્રેક પર
આવી શકે.
જો કે તમામ પ્રોજેકટ પૂરા થયા બાદ તેની છેલ્લી તારીખ વિશે જાણવા મળશે. આ સાથે જ પ્રોજેકટ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ કયાં સુધી પંહોચ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એનએચએસઆરસીએલ, જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે ૫૦૮ કિમી લાંબા કોરિડોરનું નિર્માણ કરી રહી છે, તેને હજુ પણ પ્રોજેકટ પૂર્ણ કરવા માટેના તમામ જરી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા નથી. આ પ્રોજેકટ ૧૬૩ કિલોમીટરના લાયઓવર સાથે ટ્રેક પર છે. ગુજરાતમાં ટ્રેકના કામો માટે ટેન્ડર આપવામાં આવ્યા છે અને ૨૦૨૬ સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શ થઈ શકે છે.
૨૯૦ કિલોમીટરથી વધુનું કામ પૂર્ણ
એક ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમદાવાદ–મુંબઈ ટ પર બુલેટ ટ્રેનનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. ૨૯૦ કિલોમીટરથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ શ્રેણીમાં ૮ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. હાલ ૧૨ સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. આ સ્ટેશનો પણ તે જ તબક્કે પહોંચી ગયા છે યાં કામ પૂર્ણ થવાના આરે છે.નોંધનીય છે એક બુલેટ ટ્રેનના ટ માટે ૨૪ પુલ અને ૭ પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં ૭ કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ છે. અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે.
૫૦૮ કિમીનું અંતર ૨ કલાકમાં કાપી શકાશે
રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુંબઈ–અમદાવાદ ટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ–સ્પીડ રેલ પ્રોજેકટ છે, જેના અમલીકરણમાં જાપાન સરકાર દ્રારા મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે. જે શ થવાથી બંને શહેરો વચ્ચેના ૫૦૮ કિલોમીટરના અંતર માટે મુસાફરીનો સમય ઘટીને માત્ર ૨ કલાક થઈ જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech