રાજકોટમાં અગ્નિકાંડ બાદ પ્રથમ જાહેર કાર્યક્રમ તિરંગા યાત્રા, શનિવારે મુખ્યમંત્રી આવશે

  • August 07, 2024 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનાના અઢી માસ બાદ રાજકોટ શહેરમાં મોટા રાજકીય અગ્રણીઓ, રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોટો કાર્યકમ દેશભકિતના રંગ સાથે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે અને તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. કલેકટર તંત્ર દ્વારા પાંચ દિવસના આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સમગ્ર જિલ્લ ામાં આગામી તા.૧૦ થી ૧૪ પાંચ દિવસ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિત અને રાષ્ટ્રભાવના વધુ ઉજાગર થાય અને આવો માહોલ બને એ માટે શહેરમાં વોર્ડથી લઈ ગામોગામ પણ આ ઉજવણીમાં સૌ કોઈ જોડાય તે માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. લોકો પોતાના ઘર પર વ્યવસાયિક સંકુલો આવા સ્થળોએ તિરંગો લહેરાવે. હર ઘર તિરંગા યાત્રા વધુ સફળ કે શાનદાર બનાવવા માટે ઔદ્યોગીક વસાહતો, સહકારી મંડળીઓ, એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટ, સ્કુલ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિતના અન્ય સંસ્થાઓ જોડાય તે માટે બેઠકો યોજાઈ રહી છે. 



હર ઘર તિરંગા યાત્રાનો તા.૧૦ને શનિવારના રોજ રેસકોર્ષ રોડ ખાતે સરદાર વલ્લ ભભાઈ પટેલના સ્ટેચ્યુએથી આરંભ થશે. દેશ ભકિતની ભાવના ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેશે. આ પ્રોગ્રામમાં રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ હાજર રહેનાર છે. જેના માટે રાજકીય રીતે ભાજપે પણ મોટી સંખ્યામાં લોકો જોડાય. જાહેર કાર્યક્રમમાં તા.૧૦ના રોજ હાજરી આપે તે માટે શહેર ભાજપના અગ્રણીઓથી લઈ કાર્યકરો સાથે બેઠકો કરી સંખ્યા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. 


રાજકોટમાં અગ્નિકાંડ બાદ કોઈ મોટા જાહેર કાર્યક્રમ કે બે, પાંચ હજારની મેદની એકત્રીત થાય તેવો કોઈ કાર્યક્રમ સરકારી વિભાગ દ્વારા અથવા તો ભાજપ તરફે યોજાયો નથી. ૧૫મી ઓગષ્ટને લઈને દેશ ભકિતના માહોલ ‚પ આ જાહેર કાર્યક્રમ હર ઘર તિરંગા યાત્રા તા.૧૦ના રોજ યોજાશે. જેમાં મુખ્યમંત્રી તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ ખાસ હાજર રહેનાર હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાય કાર્યક્રમ સફળ બને તેવા તંત્ર દ્વારા તેમજ ભાજપ દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application