રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અિકાંડ અને સાગઠિયાકાંડ બાદ રાજકોટ મહાપાલિકા અને તેમાં પણ ખાસ કરીને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ઇમેજ રાયભરમાં ખરડાઇ ગઇ છે, દરમિયાન તાજેતરમાં ટાઉન પ્લાનરની ખાલી પડેલી ત્રણ જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુથી અરજીઓ મંગાવતા સમગ્ર રાયમાંથી કુલ ફકત ૧૮૩ અરજીઓ આવી છે. અગાઉ રાજકોટ મહાપાલિકાની ટીપી બ્રાન્ચમાં ભરતી જાહેર થતાની સાથે જ કયારેક સેકડો તો કયારેક હજારથી ઉમેદવારો અરજી કરતા હતા.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકામાં ત્રણ ટાઉન પ્લાનરની ભરતી માટે પ્રક્રિયા કરતા તેમાં સમગ્ર રાયમાંથી કુલ ફકત ૧૮૩ અરજીઓ જ આવી હતી. આ માટે લેખિત પરીક્ષા આગામી તા.૨ માર્ચના રોજ અમદાવાદ ખાતે સવારે ૧૦–૩૦થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાશે.
યારે મેનેજર (ઇન હાઉસ)ની કુલ ૯ જગ્યા માટે ૧૮૮ અરજી આવી છે જેની લેખિત પરીક્ષા તા.૨ માર્ચના અમદાવાદ ખાતે સવારે ૧૦–૩૦થી ૧૨–૦૦ કલાક દરમિયાન યોજાશે.
વોર્ડ ઓફિસર (ઇન હાઉસ)ની કુલ પાંચ જગ્યાઓ માટે ૧૪૫ અરજી આવી છે જેની લેખિત પરીક્ષા પણ અમદાવાદ ખાતે બપોરે ૧થી ૨–૩૦ દરમિયાન યોજાશે.
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ (ઇન હાઉસ)ની ૧૧ જગ્યાઓ માટે ૧૫૩ અરજીઓ આવી છે અને તેની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે તા.૨ માર્ચના રોજ બપોરે ૩–૩૦થી ૫–૦૦ કલાક દરમિયાન યોજાશે.
ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલ લેટર તા.૨૪–૨–૨૦૨૫ થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ . .. ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech