રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ યારે કોઈપણ એપાર્ટમેન્ટ, કોમ્પ્લેકસ, સોસાયટી,હોસ્પિટલ સ્કૂલ કોલેજ સહિતના કોઈ પણ સંકુલમાં ફાયર સેફટીનું ચેકિંગ કરવા માટે જાય અને ત્યાં આગળ રહેતા કે વેપાર ધંધો કરતા નાગરિકોને ફાયર સેફટીની તાલીમ આપવા માટે અપીલ કરે તેમ છતાં જો તાલીમ આપવા માટે કે મોકડ્રીલ યોજવા માટે સહમતી દાખવવામાં નહીં આવે તો જે તે સંકુલને નોટિસ ફટકારવામાં આવશે અને ભવિષ્યમાં ત્યાં આગળ કોઈ ઘટના કે દુર્ઘટના બને તો તે માટે સંકુલના વડા અથવા તો પ્રમુખની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે તેમ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું. બચાવ કાર્ય કરવું એ નાગરિકોની ફરજ છે એ રીતે બચાવ કાર્ય માટેની તાલીમ લેવી એ પણ નાગરિકોની ફરજ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર એ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ, નાગરિકોને ફાયર સેફટીની ટ્રેનિંગ અને મોકડિ્રલની કામગીરી લગાતાર તા.૩૧–૩–૨૦૨૩થી ચાલુ છે. આમ છતાં હજુ પણ ઘણા વિસ્તારો, સોસાયટી, એપાર્ટમેન્ટસ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેકસ વિગેરે સહકાર આપતા નથી. ફાયર બ્રિગેડ તાલીમ આપવા કે મોકડ્રીલ માટે જાય ત્યારે સહકાર આપવાના બદલે ના કહે છે, અથવા તો એકત્રિત થતા નથી. આથી હવે આવી સોસાયટીઓ અને સંકુલોને નોટિસ ફટકારવાનું શ કરાયું છે. ભવિષ્યમાં જે તે વિસ્તારમાં આગ કે અકસ્માત જેવી કોઈ દુર્ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડની ટીમ યારે ચેકિંગ, ટ્રેનિંગ, મોકડ્રીલ વિગેરે માટે બિલ્ડીંગમાં ગઇ હોય ત્યારે સહયોગ આપ્યો હતો કે નહીં ? તેની નોંધ કરાશે તેમજ સોસાયટી, એપાર્ટમેન્ટ, કોમ્પ્લેકસ વિગેરના પ્રમુખની જવાબદારી ફિકસ કરાશે.આ રીતે પણ વધુ લોકોને તાલીમમાં જોડાશે.
વિશેષમાં ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૭૩૧ સ્થળોએ મોકડ્રીલ યોજી શહેરમાં કુલ ૩૨૦૯૦ નાગરિકોને તાલીમ આપવામાં આવી છે જેમાં ૪૧૯ હાઇરાઈઝ બિલ્ડીંગમાં ૧૩૪૧૫ નાગરિકો ૬ કોલેજમાં ૫૩૦ સ્ટુડન્ટસ, ૧૦૬ સ્કૂલમાં ૧૫૨૨૬ સ્ટુડન્ટસ, ૧૩ કચેરીઓમાં ૫૪૨ કર્મચારીઓ, ત્રણ હોટલમાં ૮૦ કર્મચારીઓ, ૧૭૪ હોસ્પિટલમાં ૧૭૨૮ ડોકટર્સ સહિતનો સ્ટાફ તેમજ છ ઇન્ડસ્ટ્રીઝમાં ૩૯૦ નાગરિકોને તાલિમ અપાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech