ફિલ્મ 12મી ફેલ ઓસ્કારમાં નોમીનેશન માટે પાસ

  • November 27, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિક્રાંત મેસીની ફિલ્મ રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, ફિલ્મ '12મી ફેલ' 96મા ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી રહી છે. વિક્રાંત મેસીની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 43.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


બોલીવુડ અભિનેતા વિક્રાંત મેસીની ફિલ્મ '12મી ફેલ' રિલીઝ થઈ ત્યારથી જ સમાચારમાં છે. પહેલા ફિલ્મની વાર્તાએ લોકોને ખૂબ ચોંકાવી દીધા પછી ઓક્સ ઓફીસ પર કમાણી જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, વિક્રાંત મેસીની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ફિલ્મ સાથે જોડાયેલ વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. 


વિધુ વિનોદ ચોપરાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી છે. ઓછા બજેટની આ ફિલ્મને ક્રિટિક્સની સાથે દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો. આ દરમિયાન ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળેલા વિક્રાંતે એક મોટો ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ, વિક્રાંત મેસીએ પુષ્ટિ કરી છે કે વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ 12મી ફેલને ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે સ્વતંત્ર રીતે મોકલવામાં આવી રહી છે.


12મી ફેલ એક આઈપીએસ અધિકારી મનોજ કુમાર શર્માની વાર્તા કહે છે. આ ફિલ્મ યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વિશે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે UPSC ની તૈયારી કરવા માટે એક વિદ્યાર્થી કેટલી મહેનત કરે છે અને ઘણી વખત નાપાસ થયા પછી પણ પ્રયાસ કરતા રહે છે. ફિલ્મમાં વિક્રાંત ઉપરાંત પેરી છાબરા, સેમ મોહન, પ્રિયાંશુ ચેટર્જી, જોશી અનંતવિજય, સુકુમાર ટુડુ અને સલીમ સિદ્દીકી પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી.


ફિલ્મે અત્યાર સુધીમાં 43.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ટૂંક સમયમાં તે 50 કરોડનો આંકડો પાર કરશે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો સાથે ટક્કર કરી હતી. જેમાં ટાઈગર 3 અને લીઓ જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.


ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ પણ આ ફિલ્મનો ફેન બની ગયો હતો. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યું હતું અને લખ્યું હતું કે તે ખૂબ જ પ્રેરણાદાયક ફિલ્મ છે, વ્યક્તિએ પોતાના સપના પૂરા કરવા માટે ક્યારેય હાર ન માનવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application