જામનગરમાં હિન્દુ સેના દ્વારા લવ જેહાદ માટે જંગ છેડી છે, જેના અનુસંધાને તા. 5.5.2023ને શુક્રવારના જામનગરના એક મલ્ટીપ્લેક્સમાં હિન્દુ સમાજની બહેનોને ફ્રીમાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મ જોવા માટે હિન્દુ શેરની તરીકે પ્રચલિત કાજલબેન હિન્દુસ્તાની, મેયર બિનાબેન કોઠારી, આર.એસ.એસ.ના વ્રજલાલ પાઠક, હિન્દુ જાગરણ મંચના ભરતભાઇ ફલીયા અને પ્રવિણાબેન રૂપડીયા પણ આ ફિલ્મ જોવા હિન્દુ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ ફિલ્મ જોવા માટે શહેરની 2273 જેટલી બહેનોના ફોન આવ્યા હતા, પરંતુ ટોકીઝની ક્ષમતા 300 સીટની જ હતી. છતા પણ બહેનોએ સીટ ન મળતા નીચે બેસીને ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મ જોવા આવેલા બહેનોને હિન્દુ સેના દ્વારા જાગો હિન્દુ જાગોની પત્રિકાનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મ જોવા આવનાર જામનગરની તમામ બહેનોનો હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech