તહેવારોની સીઝનમાં લકઝરી ચીજો પર વધુ ખર્ચ થશે: સર્વે

  • September 22, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેમ જેમ તહેવારોની મોસમ નજીક આવી રહી છે તેમ, ભારતીય ઉપભોકતાનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ૫૬ ટકા ગ્રાહકો ઉજવણીની વસ્તુઓ પર ખર્ચ કરવાની તૈયારીમાં છે. વધુમાં, ૪૯ ટકા માને છે કે તેઓ નજીકના ભવિષ્યમાં નોંધપાત્ર અણધાર્યા ખર્ચાઓને અસરકારક રીતે હેન્ડલ કરી શકે છે, એમ ડેલોઇટ દ્રારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે.દરમિયાન, ૭૫ ટકા ઉપભોકતાઓએ પાછલા વર્ષમાં નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું તેમ ગ્લોબલ સ્ટેટ આફ કન્યુમર ટ્રેકરનો એક ભાગ, જેને હવે કન્યુમર સિલ તરીકે રિબ્રાન્ડ કરવામાં આવી છે તેના સંશોધનમાં જણાવાયું હતું. આ નવો આત્મવિશ્વાસ મુસાફરી, અને નવા વાહનો જેવી લકઝરી બ્રાન્ડસમાં રસ વધારી રહ્યો છે. ખાધપદાર્થેા અને કરિયાણાના ઉત્પાદનો અને ટકાઉ વસ્તુઓની વધતી કિંમતો પણ ભારતીય ગ્રાહકોની શોપિંગ યોજનાઓને બહત્પ અસર કરી શકી નથી. લગભગ ૫૫ ટકા કન્યુમર ડુરેબલ્સ માટે લોકપ્રિય નામની બ્રાન્ડસમાં રોકાણ કરવા આતુર છે, યારે ૫૭ ટકા લોકો ખોરાક અને કરિયાણા માટેના પ્રીમિયમ ઘટકોમાં રોકાણ કરવા તૈયાર છે.


વધુમાં, ૭૭ ટકા ભારતીય ઉપભોકતા આગામી ચૂકવણી અંગે કોઈ ચિંતા વ્યકત કરતા નથી, જે તહેવારોની મજબૂત મોસમનો સંકેત આપે છે. આગળ જોતાં, ૬૦ ટકા લોકો આગામી વર્ષમાં નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થવાની અપેક્ષા રાખે છે અને અને ૫૯ ટકા આગામી પાંચ વર્ષમાં તેમનું શ્રે જીવન જીવવાની કલ્પના કરે છે.ભારતની તેજીવાળી અર્થવ્યવસ્થા ગ્રાહકોને પ્રીમિયમ અને લકઝરી ખર્ચ સ્વીકારવા પ્રોત્સાહિત કરી રહી છે. આ શિટ કન્યુમર ડુરેબલ્સ, ટ્રાવેલ અને હોસ્પિટાલિટીમાં વિસ્તરે છે, જેમાં ટાયર ૨ અને ૩ બજારો પણ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે, ડેલોઈટ એશિયા પેસિફિકના ભાગીદાર અને ગ્રાહક ઉધોગના નેતા રાજીવ સિંઘે જણાવ્યું હતું. ભારતીય ઉપભોકતાઓ માત્ર લકઝરી ખરીદી જ નથી કરી રહ્યા પરંતુ રોમાંચક પ્રવાસ સાહસોનું આયોજન પણ કરી રહ્યા છે, જેમાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં સ્થાનિક લાઇટ બુકિંગમાં ૭૪ ટકા અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટ બુકિંગમાં ૫૮ ટકાનો વધારો થયો છે. લકઝરી હોટલની માંગ પણ જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ૫ ટકા વધી હતી. વધુમાં, ૬૩ ટકા ગ્રાહકો વર્તમાન વાહનોના ઐંચા જાળવણી ખર્ચ, કંઈક અલગ કરવાની ઈચ્છા અને ઈંધણ–કાર્યક્ષમ વિકલ્પોની પસંદગી જેવા કારણોસર આગામી છ મહિનામાં નવું વાહન ખરીદવાની યોજના ધરાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application