હોળીનો તહેવાર માતમમાં છવાયો..ગુજરાતમાં આ 3 અકસ્માતોમાં 5ના મોત, જાણો ક્યાં કયાં થયાં આ ગમખ્વાર અકસ્માત

  • March 06, 2023 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ દિવસે ને  દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે.  ત્યારે આજના દિવસે રાજ્યની અલગ અલગ જગ્યાએ ગમખ્વાર અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારી પાટણના સાંતલપુરના પીપરાળા નેશનલ હાઈવે પર અકસ્માત બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ડ્રાઇવર અને કંડક્ટરનું મોત થયું હતું. અને ગીર સોમનાથ ભાવનગર હાઈવે પર ગુજરાત સરકાર લેખેલી સરકારી કાર અને બાઈક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એજ રીતે દ્વારકા-પોરબંદર હાઈવે પર કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ખાબકી હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.


પાટણના સાંતલપુરના પીપરાળા નેશનલ હાઈવે પર અકસ્માત



પાટણના સાંતલપુરના પીપરાળા નેશનલ હાઈવે પર વધુ એક એક્સીડેન્ટનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 2 ટ્રક વચ્ચે ભયાનક એક્સીડેન્ટ થયું હતું.  આ ઘટનામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત બે લોકોના મોત નિપજયા હોવાનું સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ  ઘટનાસ્થળે પહોંચી  ગઈ હતી. જ્યા ક્રેનની મદદથી બંને ટ્રકને અલગ કરવાની નોબત આવી હતી. જે મામલે સાંતલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગીર સોમનાથ-ભાવનગર હાઇવે પર અકસ્માત





ગીર સોમનાથ ભાવનગર હાઈવે પર વધુ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો.  જેમાં કોડીનારના ડોળાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો.ગુજરાત સરકાર લેખેલી સરકારી કાર અને બાઈક વચ્ચે ભયાનક એક્સીડેન્ટ થયું છે. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નોપજ્યું છે, જ્યારે બાઇકમાં સવાર અન્ય યુવતીને ઈજાઓ થતાં તેમને  સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. 


દ્વારકા-પોરબંદર હાઈવે અકસ્માતમાં બે ના મોત



વધું એક અકસ્માતની ઘટના સામે  આવી છે આ ક્સ્મત  દ્વારકા-પોરબંદર હાઈવે થયો હતો. જેમાં કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ખાબકી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકો કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. તો અન્ય એકને ગંભીર ઈજા થઇ હતીબીજા એકને ને સામાન્ય ઇજા પહોંચી હતી. તે બંનેને સરાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે દ્વારકાથી દર્શન કરી પરિવાર રાજકોટ ઘરે પરત ફરી રહ્યો હતો. આ સમયે અકસ્માત નડ્યો હતો. જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application