વરણા ગામના ખેડૂતે કુવામાં ઝંપલાવી આયખુ ટુંકાવ્યું

  • January 10, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આધેડે આંખની બીમારી તથા માનસિક અસ્થિરતાના કારણે કૂવો પૂર્યો : જામનગર નજીક પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણસર જીવ દીધો

જામનગર તાલુકાના વરણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા આધેડે પોતાની આંખની બીમારી તેમજ માનસિક અસ્થિરતાના કારણે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
જામનગર તાલુકાના વરણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ ભાદાભાઈ ઉમરેટીયા નામના ૫૫ વર્ષના આધેડે ગઈકાલે વાડીના કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈ જગદીશભાઈ ઉમરેટીયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. રાઠોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહને કુવામાંથી બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર દિનેશભાઈને છેલ્લા કેટલાક સમયથી આંખમાં જામરની તકલીફ થઈ ગઈ હતી, અને તેની રોશની ઘટી ગઈ હતી. ત્યારબાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ બની ગયા હતા, અને બંનેની દવા ચાલતી હતી. દરમિયાન પોતાની બીમારીથી તંગ આવી જઇ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
બીજા બનાવમાં જામનગરના સોનલનગરમાં રહેતા અને મુળ સુરત કમલપાર્ક સોસાયટીના વતની નિકુંજપરી મહેશપરી ગોસ્વામી (ઉ.વ.૨૩) નામનો યુવાન ગઇકાલે એરપોર્ટ મેઇન ગેટ બહાર કલરકામ કરતો હોય અને સ્ટેપ લેડર ઘોડો ફેરવતો હોય દરમ્યાન ઉપરથી પીજીવીસીએલના વાયરને ઘોડો અડી જતા શોટ સર્કીટ થતા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે ગ્રીનવીલા ખાતે રહેતા ચંદ્રેશ મનસુખભાઇ સુખાનંદીએ સીટી-સી પોલીસમાં જાણ કરી હતી.ઉપરાંત જામનગર નજીક શાંતી પાર્ટી પ્લોટ ખાતે રહેતા અને મુળ પશ્ર્ચિમ બંગાળના વતની બિકાસ સેનાપતી ગાયેન (ઉ.વ.૨૦) નામનો યુવાન છેલ્લા બે માસથી શાંતી પાર્ટી પ્લોટ ખાતે મંડપ ડેકોરેશનની મજુરી કામે આવ્યો હોય દારુ પીવાની ટેવવાળો હોય નાની નાની વાતોમાં ગુસ્સે થતો હોય દરમ્યાન કોઇ કારણે લાગી આવતા પ્લોટ ખાતે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું આ અંગે પ્રભંજન કાર્તીકભાઇ નસ્કરએ પંચ-એ પોલીસમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application