ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે બનેલી અિકાંડની ઘટનામાં ૨૭ લોકો મોતને ભેટયા છે. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસ દ્રારા આ દુર્ઘટના સમયે જો કોઈનો પરિવાર અહીં લાપતા બન્યો હોય તો પોલીસને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક શખસે આ અિકાંડમાં તેની ભાણેજ તથા પાડોશી પરિવાર લાપતા થયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.આ શખસની હકીકત શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરતા હકીકતમાં તેણે જણાવેલી આ માહિતી ખોટી હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી હાલ સિવિલમાં અનક્ષત્રમાં જમવા આવતો હોય દરમિયાન અહીં આ માહોલ જોઈ તથા અન્ય લોકો લાપતાના નામ લખાવતા હોય પોતે પણ લખાવી દીધું હોવાનું રટણ કયુ છે.
જાણવા મળતી વિગતો મુજબ, હત્પડકો પોલીસ ચોકી પાસે રાજલમી સોસાયટીમાં રહેતા હિતેશ ઉર્ફે વિજય પંડા(ઉ.વ ૪૩) નામના શખસે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ એવી હકીકત જણાવી હતી કે, અિકાંડની આ ઘટનામાં તેની ભાણેજ પ્રિયાંશ મુકેશભાઈ જાની અને તેના જુના પાડોશી મનોજભાઈ સાવલિયા (રહે. ગણેશ સોસાયટી પાંચ કોઠારીયા રોડ, રાજકોટ) ના બે સંતાનો ધવલ (ઉ.વ ૧૭) અને રિયા(ઉ.વ ૧૪) ગત તારીખ ૨૫ ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા જે હજુ સુધી મળી આવ્યા નથી.
અિકાંડની આ ઘટના બન્યાના આટલા દિવસ બાદ આ શખસે આવી હકીકત જણાવી હોય તેની વાત શંકાસ્પદ જણાતી હતી. જેથી એસીપી રાધિકા ભરાઈના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ બી.વી.ચુડાસમા,એએસઆઇ સી.એમ.ચાવડા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ ધર્મેશભાઈ મોણપરા સહિતના સ્ટાફેતપાસ શ કરી હતી.
આરોપીએ એવું જણાવ્યું હોય કે તે છેલ્લા પાંચ દિવસથી આ ઘટનાને લઇ કારખાને કામ પર ગયો નથી. જેથી અટીકા ખાતે કારખાને જઈ તપાસ કરતા કારખાનેદારે કહ્યું હતું કે, તે છેલ્લા એકાદ વર્ષથી અહીં કામ પર આવતો નથી. આ દરમિયાન પોલીસે તેના ઘરે પણ તપાસ કરી હતી. પરંતુ આરોપીએ જણાવેલી હકીકતને સુસંગત કોઈ માહિતી મળી ન હતી. દરમિયાન પોલીસ ફરી તેના ઘરે ગઈ હતી ત્યારે તેનો ભાઈ મલય કે જે, નાગપુર ગયો હોય તે ઘરે આવ્યો હતો તેને આ બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, પ્રિયાંશી નામની તેની કોઈ ભાણેજ નથી અને મનોજ સાવલિયા નામના તેમના કોઈ જુના પાડોશી પણ નથી. જેથી આ શખસની હકીકત ખોટી હોવાનું સ્પષ્ટ્ર થઈ ગયું હતું. બાદમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ડાંગરની ફરિયાદ પરથી હિતેશ ઉર્ફે વિજય પંડા સામે આઇપીસીની કલમ ૨૧૧ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે આરોપી હિતેશ કોઠારીયા રોડ પર આવેલી અક્ષર હોટલમાં રસોયા તરીકે કામ કરે છે તે તેના નાના ભાઈ સાથે રહે છે.હાલ તેનો ભાઈ નાગપુર ગયો હોય જેથી તે છેલ્લા થોડા દિવસોથી અહીં સિવિલ હોસ્પિટલમાં અનક્ષેત્રમાં જમવા માટે આવતો હતો. દરમિયાન અહીંનો માહોલ જોઈ તેણે પોલીસ સમક્ષ આવી ખોટી હકીકત લખાવી દીધ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્વેતા તિવારીએ મારા પર હાથ ઉપાડ્યો હતો
November 23, 2024 12:34 PMનાગાર્જુનના પિતા જીવન ખતમ કરવા માંગતા હતા
November 23, 2024 12:33 PM૧૧૦૦ ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે સરકાર ૫૫૦ લાખની સહાય કરશે
November 23, 2024 12:28 PMસોમનાથમાં સરકારની ત્રિ–દિવસીય ચિંતન શિબિરનું સમાપ
November 23, 2024 12:25 PMઇકો કારમાં ભેંસને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જતા ત્રણ ઝડપાયા
November 23, 2024 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech