પોતાને પરમેશ્વરના પુત્રના પુત્ર ગણાવતા કિવબોલોયનું પતન, પોલીસે દબોચ્યો

  • September 10, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોતાને બ્રહ્માંડના સ્વામી અને પરમેશ્વરના પુત્ર ગણાવતા ૭૪ વર્ષિય કથિત પાદરી અપોલો કિવબોલોયની બાલ યૌન શોષણ અને માનવ તસ્કરીના આરોપમાં રવિવારે મોડી રાત્રે ફિલિપાઈન્સમાંથી ધરપકડ કરવામાં આવી છે. બે સાહથી વધુ સમયથી ભારે હથિયારો સાથે ૨,૦૦૦ પોલીસ કર્મચારીઓ પાદરીની શોધખોળ માટે દાવાઓ શહેરમાં ૭૪ એકડમાં ફેલાયેલા તેમના કિંગડમ ઓફ જીસસ ક્રાઈસ્ટ (કેઓજેસી) ચર્ચના મુખ્યાલયથી ઘેરાયેલુ હતું.
આ પરિષદમાં લગભગ ૪૦ ઈમારતો છે, જેમાં એક ચર્ચયાર્ડ, એક સ્કૂલ અને એક ખાનગી જેટનું હૈંગર સામેલ છે. તેમના અનુયાયીઓએ પરિસરના ગેટને બધં કરી દીધો હતો જેથી પોલીસ તેની ધરપકડ કરવા માટે કોર્ટના આદેશ લાગુ ન કરી શકે. પોલીસે તેની જાસૂસી કરવા માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યેા હતો. આખરે કિવબોલોયએ આત્મસમર્પણ કરવું પડું.
કથિત રીતે આધ્યાત્મિક સામ્રાયમાં કાળુ સત્ય સમાવી કિવબોલોય ગરીબ મહિલાઓ અને બાળકોનું શોષણ કરતો હતો. એવા લોકોને આસ્થાની આડમાં દાસત્વના જીવનમાં ધકેલવામાં આવતા, ૨૦૨૧માં કિવબોલોયને યૌન શોષણ, યૌન તસ્કરી, ષડયત્રં અને બળજબરીથી શ્રમ અને આરોપોમાં અમેરિકા દ્રારા દોષિ ઠેરવવામાં આવ્યો હતો,
ફિલિપાઈન્સમાં જન્મેલ કિવબોલોયએ ૧૯૮૫માં કેઓજેસીની સ્થાપના કરી, જે એક નાનું ધાર્મિક સંગઠન હતું પરંતુ તે ઝડપથી ફુલ્યુ ફાલ્યું અને તેને ફિલિપાઈન્સ ઉપરાંત ૨૦૦થી વધુ દેશોમાં લાખો અનુયાયીઓને આકર્ષિત કર્યા. પૂર્વ રાષ્ટ્ર્રપતિ રોડિ્રગો દુતેર્તેના અધ્યાત્મિક સલાહકારના પમાં પ્રખ્યાત થયેલા કિવબોલોય ચૂંટણીમાં કિંગમેકર બની ગયા હતા. દુતેર્તેની સત્તા જવાની સાથે જ તેમના ખરાબ દિવસો શ થયા.
કિવબોલોયના પિડિતોમાં ૧૨થી ૨૫ વર્ષની ઉંમરની છોકરીઓ અને મહિલાઓ સામેલ છે. તેમનો આદેશ ન માનવાના પાપ પર દાવાઓના બહારના વિસ્તારમાં એક પ્રાર્થના પર્વત પર મોકલવામાં આવ્યા હતા. ત્યાં જ મુંડન, પિટાઈ જેવા પ્રાયશ્વિત થતા હતા. એફબીઆઈ અનુસાર, ચર્ચના સભ્યોને છેતરપિંડીથી મળેવા વીઝા પર અમેરિકા મોકલવામાં આવ્યા હતા. કિવબોલોયે ખાનગી જેટ, લકઝરી સંપત્તિઓ જેવી શાનદાર જિંદગી આ ધન પર વિતાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application