આવતીકાલે ગુજરાતની આખી સરકાર દિલ્હીમાં ઉપસ્થિત રહેશે

  • December 03, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમના નિવાસ્થાને આવતીકાલે સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની ટીમ ગુજરાતને મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મંત્રીમંડળના સભ્યો, ભાજપના તમામ ધારાસભ્યો તેમજ પ્રદેશ ભાજપના ત્રણ મહામંત્રી, જિલ્લા પ્રમુખો મળીને ૨૦૨થી વધુ આગેવાનોને દિલ્હીનું તેડુ આવ્યુ છે.આવતીકાલે કેબિનેટની બેઠક બાદ તમામ મંત્રીઓ દિલ્હી જવા રવાના થશે અને મોડીરાત્રે પરત આવશે.
ભારત સરકારમાં જળશકિત મંત્રી સી.આર.પાટીલે નવી દિલ્હી ખાતે સરકારી આવાસ ખાતે આવતીકાલે સાંજે ડિનરનું આયોજન કર્યુ છે. આ ભોજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.અત્યારે દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર ચાલે છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રાયસભા અને લોકસભાના સાંસદો ત્યાં જ છે. આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વિદાય પામનારા કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટિલે પોતાને ફાળવાયેલા નવા આવાસ ખાતે ટીમ ગુજરાત માટેનો ભોજન સમારોહનું આયોજન કર્યાનું જાણવા મળ્યુ છે.
ભારત સરકારે પાટિલને ઈન્દીરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની બાજુમાં એસપીજી મુખ્યાલયની પાસે ૨. સફદરજગં માર્ગ ઉપર બંગલો ફાળવ્યો છે. યાં બુધવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો અને મંત્રીમંડળના સભ્યોની મુલાકાત થશે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠક બાદ મંત્રીઓ દિલ્હી જવા રવાના થશે.મોડી રાતે પરત આવશે. અહી નોધવુ જરી છે કે સ્થાનિક સ્વરાયની ચુટણી પહેલા આ ડિનર ડિપ્લોમ્સી મહત્વની માનવામા આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application