મધ્યપ્રદેશ રાજ્યના જામવા જિલ્લાના રાણાપુર તાલુકાના મૂળ રહીશ હાલ ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા અશ્વિન અજમેરભાઈ ડામોર નામના 25 વર્ષના યુવાનનો મૃતદેહ ગામની સીમમાં આવેલા એક વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે રાણાપુર તાલુકાના મૂળ વતની ગુડુભાઈ ધનસિંગ ડામોરએ ખંભાળિયા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક અશ્વિનભાઈને છેલ્લા એકાદ માસથી માનસિક બીમારી હોવાથી તે અવારનવાર "મારે મરી જવું છે" તેમ કહેતો હતો.
આ વચ્ચે તેણે સોમવારે મોડી સાંજના સમયે કુવામાં આડા રાખેલા ઈલેક્ટ્રીક પોલમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરંતુ દોરડું તૂટી જતા તે કુવાના પાણીમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.
__________________________________________________________________________
મીઠાપુર નજીક બાઇકની અડફેટે બે બંધુઓ ઘવાયા
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા યશ અશોકભાઈ ગોહેલ નામના 23 વર્ષના યુવાન તેમના ભાઈ વિશાલને સાથે લઈને જી.જે. 37 એલ. 6815 ના એક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે નેતરના પુલ નજીક પહોંચતા આ સ્થળેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે.37 ડી. 5219 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલના ચાલકે ટ્રકને ઓવરટેક કરતી વખતે સામેથી યશના એક્ટિવા મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ ટક્કરમાં બંને ભાઈઓને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે યશ ગોહેલની ફરિયાદ પાસે સ્પ્લેન્ડરના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
__________________________________________________________________________
ખંભાળિયામાં રાત્રિના સમયે અજાણ્યા વાહનની ઠોકરે એડવોકેટ યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વેજાણંદભાઈ આંબલીયા નામના 31 વર્ષના યુવાનને સોમવારે રાત્રિના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમની સાથે ધડાકાભેર અકસ્માત સર્જી, નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે ઈજાગ્રસ્ત એડવોકેટ સંજયભાઈ આંબલીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.
__________________________________________________________________________
ખંભાળિયામાં રિસામણે બેઠેલી પરિણીતાના પરિવારજનો સાથે વેવાઈ પક્ષ દ્વારા બઘડાટી
ખંભાળિયાના પઠાણ પાડો વિસ્તારમાં રહેતા બેનઝીરબેન ફિરોજભાઈ સેરવાની નામના 42 વર્ષના મહિલાની પુત્રી છેલ્લા ત્રણેક દિવસથી રિસામણે બેઠી હોય, અને ફરિયાદી બેનઝીરબેનના જમાઈ તેમના દીકરાને લેવા જતા તેમણે ના કહી હતી. આ બાબતનું મન દુઃખ રાખી, અને વેવાઈ પક્ષના મોહીન સલીમભાઈ બેલીમ, સલીમ ઈસ્માઈલભાઈ બેલીમ, ફેમિદાબેન સલીમભાઈ તેમજ નગમાબેન સાહિલભાઈ પઠાણ દ્વારા અહીં આવી અને ગાળો કાઢી, મારામારી કરતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે તમામ ચાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
__________________________________________________________________________
સઈ દેવળીયા ગામેથી જુગાર રમતા પાંચ ઝડપાયા
ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર સઈ દેવળીયા ગામે ચેકડેમના કાંઠે બેસીને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા દામજી ગેલા કટારીયા, ગોરધન હમીરભાઈ, કારા જેસાભાઈ, લલિત ગોવિંદભાઈ અને હસમુખ ઉર્ફે હસુ જીવાભાઈ નામના પાંચ શખ્સોને પોલીસે રૂ. 4,090 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.
__________________________________________________________________________
ભાટિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા કિશન જેરામભાઈ કણજારીયા નામના 20 વર્ષના દલવાડી શખ્સને પોલીસે વિદેશી દારૂની એક બોટલ તેમજ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 15,739 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈઃ સલમાન ખાનના શૂટિંગ સ્થળે પહોંચ્યો શંકાસ્પદ વ્યક્તિ, લીધું બિશ્નોઈનું નામ
December 05, 2024 12:02 AMBZ પોન્ઝી સ્કીમ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
December 04, 2024 11:55 PMગુજરાતમાં 3 IASની બદલી, રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા બન્યા
December 04, 2024 11:42 PMટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધશે કે નહીં? રેલ્વે મંત્રીએ સંસદમાં જણાવ્યો સરકારનો પ્લાન
December 04, 2024 05:50 PMગાઝીપુર બોર્ડર પર ટ્રાફિકજામ, ફસાયેલા લોકોએ કોંગ્રેસ નેતાઓને માર્યો માર
December 04, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech