પોરબંદરમાં સ્વાતંત્ર્યપર્વનો કાર્યક્રમ યોજાયો તેમાં સરકારી માહિતીખાતાના કર્મચારીનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓનું તેમજ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર સહાયક માહિતી નિયામકની કચેરીમાં કાર્યરત અરવિંદ વાળાને સન્માનપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. તેઓએ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી-ર૦ર૪માં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ સંપાદન પ્રેસનોટની કામગીરી ઉપરાંત તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદના પાણીના નિકાલની કામગીરીમાં કચેરીના વડાના માર્ગદર્શનમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે અરવિંદ વાળાને તેઓના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ બદલ બિરદાવવામાં આવ્યા છે. નાગરિક સેવાઓ -જાગૃતિ જાણકારીના પ્રચાર કાર્ય માટે એક ઝુંબેશના ભાગપે કામ કરનાર વહીવટીતંત્રના આ કર્મયોગીઓને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા છીનવી લે...
December 23, 2024 12:06 PMસોનાક્ષીના લગ્નથી મારા પુત્રોને કલ્ચરલ શૉક લાગ્યો
December 23, 2024 12:04 PMતૃપ્તિ ડિમરી રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ
December 23, 2024 12:03 PMખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં મંગળવારે જલેબી ઉત્સવની થશે ઉજવણી
December 23, 2024 11:58 AMજામનગરમાં યુનિયન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
December 23, 2024 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech