જીડીપી સ્લો ડાઉનની ઈફેક્ટ શેરબજાર 500 પોઈન્ટ તૂટ્યું

  • December 02, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ખુલવાની મિનિટોમાં જ 500પોઈન્ટ્સ ગબડી ગયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ધીમી ગતિએ ખુલ્યો હતો અને 120 પોઈન્ટની સ્લિપ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
ગત સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના પર બ્રેક લાગી હતી. ભારતના ધીમા જીડીપી ગ્રોથના આંકડાની અસર શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. સેન્સેક્સે તેના પાછલા બંધ 79,802.79 ના સ્તરથી ઘટાડા સાથે 79,743.87 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને થોડીવારમાં તે 484.30 પોઈન્ટ લપસીને 79,49318 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.
એ જ રીતે, નિફ્ટીએ પણ તેના પાછલા બંધ 24,131.10 ના સ્તરથી થોડો વધારો કરીને 24140 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, પરંતુ ખુલ્યા પછી તરત જ તે પણ સેન્સેક્સનો સાથે પકડ્યો અને 120.75 પોઈન્ટ ઘટીને 24,010.35 પર ટ્રેડ થતો જોવા મળ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application