દ્વારકા જિલ્લા કલેકટર સાથે ગૌસેવકોની ખાસ બેઠક

  • March 31, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ00 નંદીઓને દ્વારકાથી રાજસ્થાન મોકલવા આયોજન: ગાયો તથા નંદીઓને લઇને થતી સમસ્યાઓ દૂર કરવા ગૌસેવકો ખડેપગે


ઓખામંડળના દ્વારકા, મીઠાપુર, સુરજકરાડી તથા બારાડીના ભાટીયા ગામના આઠ ગૌસેવકો તથા ગૌશાળા પ્રમુખોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશકુમાર તન્નાને ગઇકાલે બ મળી દ્વારકા યાત્રાધામમાં રખડતા, ભટકતા અંદાજે પ00 થી વધુ નંદીઓ જે અવારનવાર દ્વારકાની બજારમાં આખલા યુઘ્ધ કરીને લોકો-યાત્રિકો ઢીકે ચડાવે છે, જેના કારણે લોકો અને યાત્રિકોમાં આ આખલા યુઘ્ધના કારણે ભયનો માહોલ સતત રહ્યા કરે છે.


જેના નિરાકરણ માટે ગૌસેવક રામજીભાઇ મજીઠીયાએ તથા ગૌભક્ત નિલેશભાઇ કાનાણી, મુકુંદભાઇ ભાયાણી, પરેશભાઇ વિગેરે ગૌસેવકો તથા ગૌપ્રેમી આ મુલાકાતમાં સાથે રહ્યા હતા અને ગાયો અને નંદીના પ્રશ્ર્ને અડધો કલાક સુધી જિલ્લા કલેકટર સાથે ગૌવંશના વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ચચર્િ કરી હતી, તેમજ આગામી દિવસોમાં થોડા થોડા અંતરે દ્વારકામાં રહેલા પ00 જેટલા નંદીઓને પકડી અને રાજસ્થાનમાં નક્કી કરેલ જગ્યાએ મુકવા નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે જિલ્લા કલેક્ટર તન્નાએ સંપૂર્ણ સહકાર આપવાની ગૌસેવકોને હ્યદયથી ખાતરી આપી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા માટે લાભ મળતો હશે, તે પણ વ્હેલાસર મળતા રહે તેવી પણ ખાતરી આપી હતી, આવા સેવાના અને સમાજપયોગી પ્રશ્ર્નો મારા ઘ્યાન ઉપર મૂકવા પણ તેઓએ ગૌસેવકોને સૂચન કર્યું હતું.


દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર તરીકે રાજેશકુમાર તન્નાએ ચાર્જ સંભાળતા આ તકે નવનિયુક્ત કલેકટરનું ગૌસેવક દ્વારા ભગવાન દ્વારકાધીશનું ઉપરણું ગાય માતાની મૂર્તિ, ગૌશાળાનું ચિત્ર તેમજ બુક આપી નિલેશભાઇ કાનાણી, રામજીભાઇ, મુકુંદભાઇ, પરેશભાઇ, ઇશ્ર્વરભાઇ, મહેશભાઇ તથા શૈલેષભાઇ સોની વિગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application