લ્યો બોલો, શિક્ષણ અધિકારી થાક્યા વર્ગ 1માંથી 2માં મુકવા કરી માગણી

  • July 19, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ થાકી જાય તે વાત સાચી પરંતુ રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી સાત મહિનામાં તેમની કામગીરીથી થાકી ગયા છે અને વર્ગ એકમાંથી બે માં મુકવા માટે તેમને સરકાર સમક્ષ માંગણી કરી છે.
ગયા વર્ષે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી કૈલા નિવૃત્ત થતા થોડા સમય માટે ઇન્ચાર્જ ડી.ઇ.ઓથી કામ ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબીના જિલ્લા શિક્ષણ અધિકારીમાં ફરજ બજાવતા નિલેશ રાણીપા ને રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
સાત મહિનાથી તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, તાજેતરમાં તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ના કામના ભારણ લીધે હાલના વર્ગ એકની પોસ્ટમાંથી તેમની જૂની વર્ગ-2 ની મૂળ જગ્યા પર મુકવા માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરતા શિક્ષણ વિભાગમાં આશ્ચર્ય સર્જાયું છે.
ડિસેમ્બર 2013 માં તેમને પ્રમોશન સાથે રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. સાત મહિનામાં તેમની કામગીરી સામે રાજ્ય શાળા સંચાલક મંડળના સભ્યોએ પણ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. તાજેતરમાં પીપળીયા નજીકથી પકડાયેલી નકલી શાળા પ્રકરણમાં પણ તેમની નિષ્ક્રિયતા સામે તેમના જ સહકર્મચારીઓએ ફરિયાદ કરી હોવાની ચચર્િ છે.
જોકે આ બાબતે શિક્ષણ વિભાગ તેમની દરખાસ્ત સ્વીકારશે કે નહીં તેનો નિર્ણય તો આગામી દિવસોમાં આવશે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જવાબદારી સંભાળી રહેલા નિલેશ રાણીપ્ની કામગીરીમાં પણ ઢીલી નીતિ હોવાના કારણે અનેક પ્રશ્ર્નો પણ અધ્ધરતાલ રહ્યા હોવાની અનેક વખત ફરિયાદો કર્મચારીઓમાંથી ઉભી થઇ હતી. તાજેતરમાં પણ પીપળિયા પાસેથી ઝડપાયેલી ગૌરી ઇંગ્લીશ મીડિયમ શાળાના ટ્રેક થયેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ મળી ગયો છે પરંતુ ડીઇઓએ આ બાબતે હજુ સુધી કામગીરીને આગળ વધારી ન હોવાથી પાંચ વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application