આવતા વર્ષે માર્ચમાં લેવાનારી કેટની પરીક્ષાનું જાહેરનામું શિક્ષણ વિભાગે પ્રસિધ્ધ કયુ

  • October 05, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી શૈક્ષણીક વર્ષ 2025-26 માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ, ટ્રાયબલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધો.6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલર્શીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષાની તારીખ 22-3-2025જાહેર કરવાની સાથે જાહેરનામુ જાહેર કરી દેવાયું છે. સાથે વિષયવાર ગુણભાર પણ જાહેર કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 25-26 માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટેની કોમન પ્રવેશ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.22-3-25એ યોજાનાર છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-1 થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તેમજ ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉક્ત યોજનાની શાળાઓમાં જુન-2025 ધોરણ-6માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (ધોરણ-6 થી 12ના અભ્યાસ માટે) કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટને આધારે આપવામાં આવશે.
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-5નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રક્ષાશક્તિ સ્કૂલ્સ (કુલ બેઠકના 25 ટકાની મયર્દિામાં) તેમજ પોતાના જ તાલુકાની મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા (સી.ઇ.ટી.)ના મેરીટના આધારે પ્રવેશ મેળવી શકશે. આમ વિદ્યાર્થી ધો.5 થી જ સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારીમાં ઘડાશે.
આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપ્ની રહેશે જેનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટનો રહેશે. જેનો અભ્યાસક્રમ ધો.5મુજબનો રખાયો છે. આમ પરીક્ષા પૂર્વે સુચારૂ આયોજન થઇ શકે તે હેતુ સાથે શિક્ષણ વિભાગ દ્વારા આગામી પરીક્ષાનું જાહેરનામુ જાહેર કરી દેવાયું છે.
ચાલુ વર્ષે કેટની લેવાયેલ પરીક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર કરાયા બાદ સ્કૂલ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સ્કૂલ ફાળવણી કરાઇ નથી. જો કે, દિવાળી પહેલા સ્કૂલ ફાળવણી કરાય તેવી શક્યતાઓ છે. જેથી નવા સત્રથી મેરીટમાં આવેલ વિદ્યાર્થી નિયત સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને નિયત સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application