પોરબંદરમાં આવતીકાલે તા. ૨૫-૧૦ના જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાવાની છે જેમાં કોલીખડાના સુકાળા તળાવને રાજકોટના અટલ સરોવરની જેમ વિકસાવવા માટે મંજૂરીની મહોર મારવામાં આવશે તે ઉપરાંત અન્ય ૩૧ જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરી દેવાશે.
પોરબંદર-છાયા નગરપાલિકાની આવતીકાલે તા. ૨૫-૧૦ને શુક્રવારે બપોરે બાર વાગ્યે નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાશે જેમાં અનેક મહત્વના ઠરાવો મંજૂર કરવામાં આવશે.
છાયાના બ્યુટીફિકેશનના બદલે સુકાળા તળાવનો વિકાસ
પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં અમૃત ૨.૦ અંતર્ગત વોટરબોડી રીજીયુનેશન પ્રોજેકટ માટે છાયા રણ લેકની પસંદગી કરવામાં આવેલ હતી પરંતુ આ બાબતે ટી.સી.ઇ.ના તા. ૯-૯-૨૦૨૪ના ઇ-મેઇલ પત્ર મુજબ તથા ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજીના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી નરોત્તમ શાહુ સાથે થયેલ ચર્ચા મુજબ છાયા રણ લેકના વેટલેન્ડ તરીકે નોટીફાઇડ થયેલ હોય જેથી આ બાબતે પાકુ ક્ધસ્ટ્રકશન વર્ક કરી શકાય તેમ ન હોવાથી વોટરબોડી રીજીયુનેશન પ્રોજેકટ માટે છાયા રણલેકની પસંદગી કરી શકાય તેમ નથી. જેથી જે કામ રદ કરીને તેની જગ્યાએ સુકાળા તળાવને ડેવલપ કરવા માટે તા. ૨૭-૯-૨૦૨૪ની જનરલ બોર્ડમાં રજુ કરતા જ.ક.ઠરાવ નં.૧૦૨ થી આ બાબતે નગરપાલિકાના ક્ધસલ્ટન્ટ તથા અધિકારીઓ, પદાધિકારીઓ જોડે ચર્ચા કરીને આવતી મીટીંગમાં રજૂ કરવા નિર્ણય થયેલ. જે બાબતે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તરફથી તા. ૧૧-૧૦-૨૦૨૪ના પત્રથી પોરબંદર બાયપાસ (નવા) નજીક આવેલ સુકાળા તળાવ ખૂબ જુનુ હોવાથી તેમાં ખુબજ સલ્ટેશન થઇ ગયેલ હોય આ સુકાળા તળાવને ડીપનીંગ કરીને તેનો વિસ્તાર વધારી રાજકોટ અટલ સરોવરની જેમ વિશાળ બનાવી તેને અમૃત ૨.૦ પ્રોજેકટમાં સમાવેશ કરીને વિકસિત કરવા માટે જણાવેલ છે.
તેમજ આ બાબતે નગરપાલિકાના પ્રોજેકટ સુપરવાઇઝર દિશા સિવિલ એન્જીનીયરીંગ તરફથી પણ આ તળાવને વિકસસિત કરવા અંગે જણાવેલ છે. જેથી સુકાળા તળાવને અમૃત ૨.૦ પ્રોજેકટમાં વોટર બોડી રીજીયુનેશન પ્રોજેકટ તરીકે સમાવેશ કરીને વિકસિત કરવા બાબતે નિર્ણય થશે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં લઇ જવાનો ૯૦ હજારનો ખર્ચ પ્રજાને માથે
તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમા વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને આવાસ યોજનાના ખાત મુહૂર્તો, લોકાર્પણના કાર્યક્રમમાં પોરબંદરના શહેરીજનોને અમદાવાદ ખાતે લઇ જવા માટે કલેકટર પોરબંદર તરફથી ત્રણ બસો ફાળવવામાં આવેલ. જેમાં શહેરીજનોને લઇ જવા દરમ્યાન ચા-નાસ્તો, પાણી, જમવાની તથા અન્ય આનુસંગીક ખર્ચ કરવા માટે પ્રમુખે ા. ૯૦ હજારનો ખર્ચ જ.ક.ની અપેક્ષાએ મંજૂર કરેલ. જેને બહાલ રાખવા સમાથે જે ખર્ચ મંજૂર કરવા બાબતે નિર્ણય થશે.
આવાસ યોજના પાસે સોલાર પ્લાન્ટ ઉભો કરાશે
બોખીરા આવાસ યોજના પાસે નગરપાલિકાની માલિકીની પડતર જમીન આવેલી ેછે. જ્યાં અવારનવાર લોકો તરફથી પેશકદમી કરી ઉપયોગ કરે છે. જેથી નગરપાલિકાએ વારંવાર પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવી પડે છે. જેથી આ જમીનનો સદુપયોગ થાય તે હેતુથી તેમજ નગરપાલિકાને ઇલેકટ્રીક પાવર કુદરતી રીતે મળી રહે અને નગરપાલિકાને આર્થિક ફાયદો થાય તેથી આ જમીન ઉપર સરકારની યોજનાકીય ગ્રાન્ટમાં સમાવેશ કરીને સોલાર પ્લાન્ટ ઉભો કરવાનો પ્રોજેકટ હાથ ધરવા માટે નિર્ણય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરનાં મોમાઇનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
January 23, 2025 10:22 AMજામનગરના આસામીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની રૂ. ૩,૬૫,૮૦૦ નો દંડ
January 23, 2025 10:20 AMચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની મુજબ રકમનો દંડ
January 23, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech