રંઘોળા નજીક ટ્રેલર ક્ધટેનરના ચાલકે યુવાનને ફંગોળ્યો

  • September 19, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમરાળા તાલુકાના રંઘોળા નજીક ભાવનગર-રાજકોટ માર્ગ પર આવેલી એક હોટલમાં કામ કરતો યુવાન આજે પરોઢીયે કચરો નાખી હોટલ માં પરત આવવા માટે સાઈડમાં ઉભો હતો ત્યારે તેજ ગતિએ આવી રહેલા ટ્રેલર ક્ધટેનરના ચાલકે યુવાનને ધડાકાભેર ફાંગોળતા યુવાનને બન્ને પગ તેમજ માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા  ઉમરાળા પોલીસના કાફલાએ દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેલર ક્ધટેનરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલબ્ધ વિગતો મુજબ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક ભાવનગર-રાજકોટ માર્ગ પર આવેલી એક હોટલમાં કામ કરતા હસમુખભાઈ લાલજીભાઈ ભંભા નામનો યુવાન આજે ગુરૂવારે પરોઢીયે હોટલમાં સફાઈ કરી કચરો નાખી પરત હોટલ પર આવવા ઉભો હતો ત્યારે રાજકોટ તરફથી તેજ ગતિએ આવી રહેલા ટ્રેલર ક્ધટેનરના ચાલકે હસમુખભાઈને ધડાકાભેર ફાંગોળતા હસમુખભાઈને બન્ને પગે તેમજ માથા સહિતના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેનું સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઉમરાળા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર માનસિંહ ભલગરીયા સહિતના કાફલાએ દોડી જઈ હસમુખભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ઉમરાળા હોસ્પિટલમાં ખસેડી મૃતક હસમુખભાઈના મોટા ભાઈ કીર્તિભાઇ લાલજીભાઈ ભંભા(ઉ. વ. ૪૫, રે. રંઘોળા, તા. ઉમરાળા, જિ. ભાવનગર)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેલર ક્ધટેનરના ચાલક સામે આપેલી ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે રંઘોળા ગામમાં અરેરાટી સાથે શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application