ઇઝરાયેલના હુમલા તેજ: ગાઝામાં મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો

  • November 02, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. એક બીજા પર સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં લાગેલી છે. હમાસ પર આકાશથી લઈને જમીન સુધી દરેક જગ્યાએથી હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ એ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે હમાસે તેના આક્રમણની શરૂઆત કરી ત્યારથી તેણે ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠનના 11,000થી વધુ ઠેકાણા પર નિશાન સાધ્યું આવ્યું છે અને 10196 લોકોના મોત થયા છે


પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 1400 અને આતંકવાદી સંગઠન હમાસમાં 8796થી વધુ લોકોના મોત થયા છે. એટલે કે 10196 લોકોના મોત થયા છે. જમીન અને હવાઈ હુમલામાં હમાસના ઘણા સ્થાનોને નષ્ટ કરવા સાથે, ઈઝરાયલે હવે આ યુદ્ધને સમુદ્ર તરફ પણ લંબાવ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે તેણે લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજ મોકલ્યું છે.


ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટ સંચાર સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પેલેસ્ટાઈન ટેલિકોમ્યુનિકેશન્સ કંપ્નીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ગાઝામાં સંચાર અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે તેની જાહેરાત કરતા તેને ખેદ થાય છે.


ઈઝરાયેલે ગાઝાના સૌથી મોટા શરણાર્થી શિબિર પર સતત બીજા દિવસે હુમલો કર્યો. રહેણાંક મકાનો પર થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, ઇઝરાયલી સંરક્ષણ દળોએ દાવો કર્યો છે કે તેઓએ ગાઝા પટ્ટીમાં હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયનના કમાન્ડર ઇબ્રાહિમ બિયારીને એક હવાઈ હુમલામાં મારી નાખ્યો છે. સેનાએ કહ્યું કે આ હુમલામાં ઈબ્રાહિમ બિયારી અને અન્ય કેટલાક આતંકીઓ માર્યા ગયા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application