સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, જુનાગઢની ભકત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી, ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, કચ્છની શ્યામકૃષ્ણ વર્મા યુનિવર્સિટી સહિત રાયની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રથી પોર્ટલ પર એડમિશન આપવાના નિર્ણયને કારણે શિક્ષણ કામગીરીને ભારે ગંભીર વિપરીત અસર પહોંચી છે.
સૌપ્રથમ પોર્ટલ પર પ્રવેશ આપવાનું શ કરાયા પછી તેમાં મોટાભાગની કોલેજોમાં વિધાર્થીઓની સંખ્યા ન થતાં અપેક્ષા મુજબ સરકારે આ પદ્ધતિમાં ફેરફાર કરી ઓફલાઈન એડમિશન આપવાની છૂટ આપી હતી. પરંતુ આમ છતાં હજુ સંખ્યાબધં કોલેજોમાં આંગળીના વેઢે ગણાય તેટલા વિધાર્થીઓએ પ્રવેશ લીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે એડમિશનની મુદતમાં વધારો કર્યેા છે પરંતુ હવે એડમિશન ઓફલાઈનના બદલે પોર્ટલ પર આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આ સંદર્ભે ગોઠવાયેલી વ્યવસ્થા બાબતે રજીસ્ટ્રાર આર.જી.પરમારે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આવેલા ભવનો, કેન્દ્રો, એફિલીએટેડ કોલેજના આચાર્યેા, અનુસ્નાતક સંસ્થાના વડાઓ વગેરેને તારીખ ૪ સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર પ્રવેશ આપવા માટે જણાવ્યું છે.
ગુજરાતમાં અત્યારે વરસાદના વિધ્નને ધ્યાનમાં લઈને વિધાર્થીઓ ઓફલાઈન પ્રવેશ મેળવી શકતા નથી અને તેથી પોર્ટલ પર આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ જો બંને વ્યવસ્થા સમાંતર ચાલુ રાખી હોત તો સાં હતું તેઓ અભિપ્રાય પણ શિક્ષણ જગતમાં વ્યકત થઇ રહ્યો છે.
પ્રવેશ મેળવવાની મુદતમાં વધારો કરાયો છે પરંતુ સૌથી મોટી સમસ્યા ટર્મ ગ્રાન્ટ કરવાને લગતી બની રહેશે. જે કોલેજોએ પોતાના વિધાર્થીઓને અગાઉ પ્રવેશ આપી દીધો છે અને જૂન માસથી રેગ્યુલર નવું શૈક્ષણિક સત્ર શ થઈ ગયું છે તેવી કોલેજોમાં બીજા વિધાર્થીઓ સપ્ટેમ્બર માસમાં એડમિશન લે તો તેના શૈક્ષણિક અભ્યાસના દિવસો પૂરા થતા નથી. આ બાબતે યુનિવર્સિટીએ એવી સૂચના આપી છે કે જે તે કોલેજે વિધાર્થીનું સત્ર વ્યવસ્થા મુજબનું શૈક્ષણિક કાર્ય પૂં કરવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech